For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાધ્વી નિરંજન જ્યોતિએ પોતાના વિવાદિત નિવેદન પર લોકસભામાં માંગી માફી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ડિસેમ્બર: પોતાની અભદ્ર ટિપ્પણી માટે નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી નિરંજન જ્યોતિએ લોકસભામાં માફી માંગી છે. તમામ લોકસભા સભ્યોએ તેમની આ ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો હતો. તે લોકોએ નિરંજન જ્યોતિ પર કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. ત્યારબાદ પોતાના નિવેદન પર નિરંજન જ્યોતિએ માફી માંગી.

કેન્દ્રિય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ ગઇકાલે એક સભામાં આપેલા પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે લોકસભામાં ખેદ પ્રગટ કર્યો. તેમણે કહ્યું કે હું મારા નિવેદન પર ખેદ પ્રગટ કરું છું. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને સલાહ આપી હતી કે તે અભદ્ર નિવેદન ન આપે. તેમણે ભાજપના સાંસદોને બોલવામાં સાવધાની વર્તવાની સલાહ આપી અને કહ્યું કે અભદ્ર નિવેદનથી પાર્ટીની છબિ પર અસર પડે છે. ભાજપ સરકારમાં કેન્દ્રિય મંત્રી નિરંજન જ્યોતિએ એકદમ આપત્તિજનક નિવેદન આપ્યું હતું. દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં એક સભામાં તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં રામ જાદાઓની સરકાર બનશે કે .....જાદાઓની.

niranjan-jyoti

મંગળવારે તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે પોતાના નિવેદન પર કોઇ પસ્તાવો નથી. પોતાના નિવેદન પર કાયમ રહેતાં તેમણે વધુ એક વિવાદિત નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ દેશમાં રહેનાર બધા લોકો રામના સંતાન છે. પરંતુ પછી વિવાદ વધતો જોઇ અંતે તેમણે માફી માંગી લીધી.

કેન્દ્રિય મંત્રી નિરંજન જ્યોતિએ કહ્યું 'મારો ઇરાદો કોઇને દુખ પહોંચાડવાનો ન હતો. ન છે પણ નહી. જે વાત મારા મોંઢામાંથી નિકળી ગઇ, તેના માટે હું ખેદ પ્રગટ કરું છું.' ભાજપને એક જનસભામાં કેન્દ્રિય મંત્રી નિરંજન જ્યોતિ અને ગિરિરાજ સિંહ દ્વારા આપવામાં આવેલું વિવાદાસ્પદ નિવેદન મીડિયામાં આવ્યું છે.

સદનમાં હોબાળા દરમિયાન તૃણમૂલ સભ્ય સુલ્તાન અહેમદે અધ્યક્ષ પાસે કેન્દ્રિય મંત્રી જ્યોતિના નિવેદન પર ચર્ચા કરવાની માંગ કરી. આ પહેલાં કોંગ્રેસ સભ્યોએ સંસદ ભવન પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ પણ ધરણા ધરતાં આ વિષયનો મુદ્દો ઉઠાવ્યો હતો.

English summary
The Narendra Modi government is set to be cornered in Parliament with opposition parties demanding a clarification on the statement of Minister of State for Food Processing Industries Sadhvi Niranjan Jyoti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X