For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014ની ચુંટણી માટેની રણનીતિ ઘડવા BJP-RRSની મહત્વપૂર્ણ બેઠક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

advani-rajnath
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચુંટણીને લઇને રણનિતી તૈયાર કરવા માટે ભાજપ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતાઓએ આજે બેઠક યોજી છે.

બેઠકમાં ભાજપના નવા અધ્યક્ષ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તથા લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ ઉપરાંત આરએસએસ તરફ ભૈયાજી જોશી અને સુરેશ સોની હાજર રહ્યાં હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં ભાજપની રાજકીય યોજના અને ચુંટણી સુધીના મહિનાઓ માટે રણનિતિ પર ચરચા કરવામાં આવી.

જો કે આ બેઠક એ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી કારણ કે પાર્ટી દ્રારા વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને ભાજપ અને એનડીએના સહયોગી દળોમાં આજકાલ જોરશોરથી ચર્ચા થઇ રહી છે. એનડીએના મુખ્ય ઘટક શિવસેનાએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દિધું છે કે 2014ની ચુંટણી માટે ગઠબંધનના ઉમેદાવારનું નામ જલદી નક્કી કરવામાં આવે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ભાજપે રાષ્ટ્રપતિની ચુંટણી વખતે જે ભૂલ કરી હતી તેનું પુનરાવર્તન ન કરે. ઉદ્ધવ ઠાકરેએ એ પણ કહ્યું હતું કે વડાપ્રધાન પદ માટે શિવસેનાના નેતા બાલા સાહેબ ઠાકરેની પસંદ સુષ્મા સ્વરાજ હતા, પરંતુ જો ભાજપ પાસે કોઇ નામ હોય તે સામે રાખી શકે છે. ઉદ્ધવ ઠાકરેના નિવદનથી સ્પષ્ટ થાય ચે કે નરેન્દ્ર મોદીને તેમનું સમર્થન નથી. નરેન્દ્ર મોદીના નામની ચર્ચા સૌથી વધુ થઇ રહી છે. એનડીએના એક ઘટકદળ જેડીયુ પણ નરેન્દ્ર મોદી માટે આ પ્રકારનું વલણ ધરાવે છે.

English summary
Bharatiya Janata Party (BJP) leaders on Thursday met RSS leaders here as BJP president Rajnath Singh said no political issues were discussed during the meeting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X