જીત પહેલાં જ ભાજપના હેડક્વાર્ટરમાં જશ્નનો મૂડ
નવી દિલ્હી, 8 ડિસેમ્બર: ભલે હજુ સુધી ચૂંટણીના પરિણામો જાહેર ન થયા હોય પરંતુ લાગે છે કે ભાજપને પોતાની જીતનો વિશ્વાસ થઇ ગયો છે. જી હાં દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં જશ્ન માટે 250 કિલ્લોના લાડવ બનાવવામાં આવ્યા છે. જ્યારે જયપુરમાં ભાજપ કાર્યાલાયની બહાર મોટી સ્ક્રિન લગાવીને જશ્નની તૈયારી કરવામાં આવી છે. આવી જ પરિસ્થિતી મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં છે.
દિલ્હી ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ડૉક્ટર હર્ષવર્ધને પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે અમને આશા છે કે અમે સરકાર બનાવવામાં સફળ રહીશું. અમે 40 સીટોનો અંદાજો છો. હર્ષવર્ધનને પૂછતાં તેમને જણાવ્યું હતું કે મારું રૂટિન પહેલાં જેવું જ છે. તેમને પરિણામ વિશે કહ્યું હતું કે હજુ વોટીંગ શરૂ થશે તો થોડીવારમાં ખબર પડી જશે.

દિલ્હી ભાજપ હેડક્વાર્ટરની બહાર કાર્યકર્તાઓએ ભાજપને જીતની શુભેચ્છા પાઠવી હતી કાર્યકર્તાઓએ એક મોટું પોસ્ટર લગાવ્યું છે, જેમાં નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહના ફોટા છે. તેમાં ભાજપની જીત માટે અભિનંદન પાઠવ્યા છે.












Click it and Unblock the Notifications
