For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર કાળુનાણું પરત લાવવામાં નિષ્ફળ રહી: કોંગ્રેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 નવેમ્બર: લોકસભામાં નિયમ 193 હેઠળ કાળાનાણા પર ચર્ચા ચાલુ છે. ચર્ચાની શરૂઆત કરતાં કોંગ્રેસ સંસદીય દળના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકરને આડે હાથ લેતાં કહ્યું કે સરકારે કાળાનાણાને લઇને ચૂંટણી દરમિયાન મોટા-મોટા વાયદા કર્યા પરંતુ જ્યારે સત્તામાં આવી તો પોતાના વાયદાને પુરા કરવામાં નિષ્ફળ રહી.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ ચૂંટણી ટાણે કોંગ્રેસ વિરૂદ્ધ માહોલ બનાવવા માટે અલગ-અલગ આંકડા રજૂ કર્યા અને જનતાને ભ્રમિત કરવા માટે અહીં સુધી દાવો કર્યો કે જ્યારે કાળુનાણું આવશે તો દેશના દરેક ગરીબ પરિવારને 151-15 લાખ રૂપિયા આપવામાં આવશે, પરંતુ આજે સરકાર કાળાનાણા મુદ્દે પોતાનો વાયદો નિભાવી રહી નથી.

તમને જણાવી દઇએ કે ટીએમસીના વિરોધ બાદ મોદી સરકાર કાળાનાણા પર નિયમ 193 હેઠળ ચર્ચા માટે તૈયાર થઇ છે જેના લીધે ચર્ચા બાદ વોટિંગની જોગવાઇ નથી.

લોકસભામાં કાળાનાણાના મુદ્દે ટીએમસીના સાંસદોએ હંગામો મચાવ્યો છે. આ હંગામામાં જેડીયૂ અને સમાજવાદી પાર્ટીના સાંસદોએ પણ ટીએમસીનીનો સાથે આપ્યો હતો.

congress

દિલ્હી સ્પેશિય પોલીસ અમેંડમેંટ એક્ટ

લોકસભામાં ગઇકાલે દિલ્હી સ્પેશિયલ પોલિસ ઇસ્ટૈબ્લિશમેંટ (અમેંડમેંટ) બિલ રજૂ કરવામાં આવ્યું, આ બિલ આજે સદનમાં મંજૂર કરવામાં આવ્યું.

દિલ્હી સ્પેશિયલ બિલ હેઠળ સીબીઆઇના નિર્દેશકની નિમણૂંક માટે બનેલી કમિટીમાં વિપક્ષના નેતાની જગ્યાએ મોટા વિપક્ષી પક્ષનાને સામેલ કરવામાં આવશે.

દિલ્હી સ્પેશિયલ પોલીસ અમેંડમેંટ એક્ટ પર ચર્ચાની માંગ કરતાં કાલે કોંગ્રેસ, જેડીયૂ, એસપી અને એનસીપીએ લોકસભામાંથી વૉકઆઉટ કર્યું હતું.

English summary
A day after the Opposition disrupted the proceedings of Parliament on the first working day of the Winter Session over the issue of black money, the issue has been taken up for a detailed discussion in both the Houses on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X