સલમાન ખુર્શીદ બની શકે છે નવા વિદેશમંત્રી !

જે નેતાઓ વિવાદોમાં ઘેરાયેલા છે તે નેતાઓ ઘરભેગાં થઇ શકે છે. જેમાં સૌથી પ્રથમ નામ કેન્દ્રીય કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલ અને પર્યટન મંત્રી સુબોધ કાંત સહાયનું છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ હાલમાં વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાની ખુરશી કાયદા મંત્રી સલમાન ખુર્શીદ અથવા આનંદ શર્માને સોંપવામાં આવી શકે છે. મંત્રીના હોદ્દાની દોડમાં કોંગ્રેસ પ્રવક્તા અને મીડીયા વિભાગના અધ્યક્ષ જનાર્દન દ્રિવેદીને માનવ સંસાધન મંત્રાલય સોંપવામાં આવી શકે છે. જે હાલમાં કપિલ સિબ્બલ પાસે છે.
ઉત્તર પ્રદેશા મૂળ નિવાસી દ્રિવેદી દિલ્હીથી રાજ્યસભાના સભ્ય હોવાથી તેમને બંને રાજ્યોના પ્રતિનિધિત્વ મળી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેલોકોમ મંત્રી બનાવવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. તો શશિ થરૂર અને મનીષ તિવારીને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. કેબિનેટમાં 28 ઑક્ટોબરે ફેરબદલ પાછળ ઘણા કારણો જવાબદાર છે. 26 ઑક્ટોબરે સ્પેનના રાજા દિલ્હીમાં હશે. 27 ઑક્ટોબરે ઇદ છે. 29 થી 31 ઑક્ટોબર સુધી રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી દિલ્હીથી દૂર રહેશે. આવા સમયે 28 તારીખે જ કેબિનેટમાં ફેરબદલની તારીખ નક્કી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
