Chandrayaan 3 : સફળ પ્રક્ષેપણ બાદ PM મોદીએ કર્યું ટ્વિટ, કહી આ મહત્વની વાત
Chandrayaan 3: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3ના સફળ પ્રક્ષેપણ બાદ દેશના વૈજ્ઞાનિકોની પ્રસંશા કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય લખાયો છે. આ મહત્વપૂર્ણ ઉપલ્બ્ધી આપણા વૈજ્ઞાનિકોના અથાગ સમર્પણનું પ્રમાણ છે.

PM મોદીએ ઈસરોની સફળતા પર ટ્વીટ કર્યું અને જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 એ અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. તે દરેક ભારતીયના સપના અને મહત્વકાંક્ષાઓની ઉડાન છે. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાગ સમર્પણની સાક્ષી છે. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.
Chandrayaan-3 scripts a new chapter in India's space odyssey. It soars high, elevating the dreams and ambitions of every Indian. This momentous achievement is a testament to our scientists' relentless dedication. I salute their spirit and ingenuity! https://t.co/gko6fnOUaK
— Narendra Modi (@narendramodi) July 14, 2023
ઉલ્લેખનીય છે કે, ઈસરોએ ચંદ્ર પર તેનું ત્રીજું મિશન ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. ચંદ્રયાન-3 આજે બપોરે 2.35 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3 આજથી બરાબર 41 દિવસ બાદ 24 થી 25 ઓગસ્ટની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરશે, પહેલા પૃથ્વીની ભ્રમણકક્ષામાં અને બાદ ચંદ્રની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરશે.












Click it and Unblock the Notifications
