કેજરીવાલની પ્રેસ કોંફ્રન્સમાં કોંગ્રેસ ધારાસભ્યએ મચાવ્યો હોબાળો
નવી દિલ્હી, 30 જાન્યુઆરી: દિલ્હીના ઓખલાથી ધારાસભ્ય આસિફ મોહંમદ ખાને ગુરૂવારે કેજરીવાલની પત્રકાર પરિષદમાં હંગામો મચાવ્યો હતો. તેમને અરવિંદ કેજરીવાલને જઠ્ઠનો રેડિયો ગણાવતાં જોરદાર હંગામો મચાવ્યો હતો. હંગામા બાદ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ રદ કરી દિધી હતી અને શિક્ષા મંત્રી મનિષ સિસોદિયાની સાથે પત્રકાર પરિષદ છોડીને જતા રહ્યાં હતા.
આસિફ મોહંમદે બાટલા એન્કાઉન્ટરની એસઆઇટી તપાસની માંગ કરી અને કહ્યું કે કોંગ્રેસ ઇચ્છે તો મને સસ્પેંડ કરી દે પરંતુ 'આપ' સરકારના પક્ષમાં વોટ કરીશ નહી. તેમને કહ્યું હતું કે હું સમર્થન પાછું લઉ છું. આસિફ મોહંમદે કહ્યું હતું કે કોંગ્રેસ ઇચ્છે તો મને પાર્ટીમાંથી કાઢી દે પરંતુ હું આવી સરકારને સમર્થન કરીશ નહી જે ફક્ત ખોટું બોલે છે.

આસિફ મોહંમદે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ ખોટા અને લુચ્ચા છે અને મુસલમાનોની સાથે ભેદભાવ કરી રહ્યાં છે. તેમને કહ્યું હતું કે જ્યારે 1984ના રમખાણો માટે એસઆઇટી નિમવાની વાત થઇ શકે છે તો બાટલા એન્કાઉન્ટર માટે કેમ નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે હંગામા પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પોતાના એક મહિનાના કામકાજનું વિવરણ કર્યું હતું. અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર, વીઆઇપી કલ્ચર, વિજળી-પાણીના મુદ્દે પોતાના વાયદાઓ અને કામને મીડિયાની સમક્ષ રાખ્યા હતા. અરવિંદ કેજરીવાલે એક મહિના દરમિયાન કરેલા તમામ કામોને ગણાવ્યા હતા. તેમને કહ્યું હતું કે દિલ્હી જનલોકપાલ બિલ આવતીકાલે કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. આગામી 10-15 દિવસોમાં વિધાનસભામાં પાસ થવાની આશા છે.












Click it and Unblock the Notifications
