For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીઝલમાં ભાવ વધારો ટળ્યો, વાર્ષિક 9 સબ્સિડાઇઝ સિલિન્ડર અપાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

petrol
નવી દિલ્હી, 17 જાન્યુઆરી: વધતા જતા નાણાંકીય નુકસાનને ઓછું કરવા ડીઝલ તથા રાંઘણ ગેસના ભાવ વધારા સંદર્ભે ગુરૂવારે કેબિનેટની બેઠક યોજાઇ હતી. સરકારે નિર્ણય લીધો છે કે હાલ ડીઝલની કિંમતો વધારાશે નહીં. આ ઉપરાંત રાહત દરે આપવામાં આવતા સિલિન્ડરની વાર્ષિક સંખ્યા 6થી વધારી 9 કરવામાં આવી છે.

અપડેટ : 1.10 PM

ડીઝલ, રાંધણ ગેસના ભાવ અંગે આજે નિર્ણય લેવાશે !

મોંઘવારનો પડશે માર, ડીઝલ, રાંધણ ગેસના ભાવમાં લાગશે આગ

ગુરૂવારનો દિવસ મોંઘવારીનો ડબલ ડોઝ આપનાર સાબિત થઇ શકે છે. ડીઝલ તથા રાંઘણ ગેસના ભાવ સંદર્ભે ગુરૂવારે કેબિનેટની બેઠક યોજાવવાની છે જેમાં ભાવ વધારા અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે. વધતા જતા નાણાંકિય નુકસાનને ઓછું કરવા માટે સરકાર પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારી શકે છે. માટે ડીઝલ અને રાંઘણ ગેસના સિલિન્ડરોના ભાવમાં વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

માનવામાં આવે છે કે પ્રતિ એલપીજી ગેસ સિલિન્ડર 130 રૂપિયાનો વધારો કરવામાં આવી શકે છે. આ સાથે સાથે ડીઝલના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો થઇ શકે છે. આ સાથે-સાથે સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા 6 થી વધારીને 9 અથવા 12 કરવામાં આવી શકે છે. કેરોસીનમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે ભાવ વધારવાનો આ પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલી આપ્યો છે. આ સાથે-સાથે કેન્દ્ર સરકાર વિજય કેલકર સમિતિની ભલામણોને ધ્યાનમાં લઇ શકે છે. કેલકર સમિતિએ ડીઝલની કિંમતોને સરકારી નિયંત્રણથી મુક્ત કરવાની સાથે-સાથે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધારવાની ભલામણ કરી હતી.

English summary
A cabinet committee headed by Prime Minister Manmohan Singh may take up the issue of raising prices of highly subsidised fuel including diesel at a meeting on Thursday evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X