કેન્દ્રના કર્મચારીઓને મળશે ભેટ, મોંધવારી ભથ્થામાં થઇ શકે છે 8%નો વધારો

મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના પ્રસ્તાવને કેન્દ્રિય મંત્રીમંડળ પાસે મોકલી દેવામાં આવ્યો છે અને મંગળવારે વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં થનારી કેબિનેટની બેઠકમાં આ આશયના પ્રસ્તાવને મંજૂરી મળવાની સંભાવના છે.
કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના નિર્ણયથી લગભગ 80 લાખ કર્મચારીઓને ફાયદો પહોંચવાનું અનુમાન છે. અત્યાર સુધી કેન્દ્રિય કર્મચારીને મૂળ વેતન પર 72 ટકાના દર મોંઘવારી ભથ્થું મળતું હતું કે આ નિર્ણય બાદ વધારીને 80 ટકા થઇ જશે. જો કોઇ કર્મચારીનો પગાર 10000 રૂપિયા છે તો તેને હવે 800 રૂપિયા મોંઘવારી ભથ્થાના રૂપમાં મળશે.












Click it and Unblock the Notifications
