For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિપક ભારદ્વાજ મર્ડર કેસ: નાના પુત્રએ કરાવી હતી પિતાની હત્યા !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

deepak-bhardwaj
નવી દિલ્હી, 9 એપ્રિલ: બસપા નેતા દિપક ભારદ્વાજ હત્યાકાંડમાં તેમના નાના પુત્ર નિતેશ ભારદ્વાજની સોમવારે સાંજે દિલ્હી પોલીસે ધરપકડ કરી પુછપરછ કરવામાં આવી હતી. કહેવામાં આવે છે આજે ગમેત્યારે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એક વકિલને પણ પકડવામાં આવ્યો છે. જે પ્રોપર્ટીનું કામ કરે છે. આ કેસમાં દિપક ભારદ્વાજની પત્નીની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

નિતેશ ભારદ્વાજે પોલીસ પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે નિતેશે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. પિતા દિપક ભારદ્વાજના આચરણ અને સંપત્તિને લઇને નિતેશ એટલો નારાજ હતો કે પોલીસ પુછપરછ દરમિયાન પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શક્યો ન હતો. નિતેશે પોલીસને જણાવ્યું હતું કે તેના પિતાની હત્યા માટે છ કરોડ રૂપિયાની સોપારી આપી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નિતેશે આ સોપારી પોતાના પરિચિત વકીલ બલજીત સિંહ સહરાવતને આપી હતી. મહિપાલપુર નિવાસી બલજીત સિંહ સહરાવતની સ્વામી પ્રતિમાનંદ સાથે હતી. બલજીત સિંહ સહરાવતે સ્વામી પ્રતિમાનંદને આ હત્યાકાંડને અંજામ આપવા માટે બે કરોડની ઓફર કરી હતી. પ્રતિમાનંદે દિલ્હીમાં કેટલીય ઘટનામાં સામેલ પુરૂષોત્તમ ઉર્ફે મોનુ સાથે વાત કરી હતી.

સ્વામી પ્રતિમાનંદે મોનૂને દિપક ભારદ્વાજની હત્યા કરવા માટે એક કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મુક્યો હતો. મોનૂએ પોતાના મિત્ર સુનીલ માન સાથે વાત કરી અને મોનૂએ સુનિલને ફક્ત 30 લાખ રૂપિયાની સોપારી મળી હોવાની વાત કરી જેથી મોટી રકમ તે પોતાની પાસે રાખી શકે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દિપક ભારદ્વાજની હત્યાની યોજના ગત વર્ષે નવેમ્બરમાં બનાવવામાં આવી હતી.

English summary
In another twist in the murder case of Deepak Bhardwaj, sources in the Delhi Police said that the BSP leader’s son Nitesh could be arrested anytime now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X