For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Excise Policy Scam : લિકર પોલિસી કેસમાં 10 હજાર પાનાની ચાર્જશીટ દાખલ, મનિષ સિસોદિયાનું નામ જ નહીં

Delhi Excise Policy Scam : દારૂ નીતિ એટલે કે લિકર પોલિસી મામલે સીબીઆઇ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના નામનો ઉલ્લેખ પણ નથી.

|
Google Oneindia Gujarati News

Delhi Excise Policy Scam : દારૂ નીતિ એટલે કે લિકર પોલિસી મામલે સીબીઆઇ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના નામનો ઉલ્લેખ પણ નથી. સીબીઆઇના જણાવ્યા મુજબ, ચાર્જશીટમાં બે ધરપકડ કરાયેલા વેપારી, એક સમાચાર ચેનલના હેડ, એક હૈદ્રાબાદના રહેવાસી દારૂનો વેપારી, એક દિલ્હીનો રહેવાસી દારૂનો વિતરક અને આબકારી વિભાગના બે અધિકારીઓનો સમાવેશ થાય છે.

Manish Sisodia

CBI દ્વારા ચાર્જશીટમાં આરોપી તરીકે વિજય નાયર, અભિષેક બોઈનાપલ્લી, સમીર મહેન્દ્રુ, અરુણ રામચંદ્ર પિલ્લઈ, મુથા ગૌતમ, એક્સાઈઝ વિભાગના ડેપ્યુટી કમિશનર કુલદીપ સિંહ અને એક્સાઈઝ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર નરેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે. આ કેસમાં CBIએ 10,000 પેજની ચાર્જશીટ દાખલ કરી છે.

CBI દ્વારા આ ચાર્જશીટ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ એ જ કોર્ટ છે, જ્યાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. CBIએ માહિતી આપી છે કે, કુલ 7 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાંથી 3 સરકારી અધિકારીઓ છે. આ સાથે જ તપાસ એજન્સીએ જણાવ્યું કે, આ મામલામાં મનીષ સિસોદિયા વિરુદ્ધ હાલ તપાસ ચાલી રહી છે.

ચાર્જશીટ પર આમ આદમી પાર્ટી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ચાર્જશીટમાં સિસોદિયાનું નામ ન લેવા પર જણાવ્યું છે કે, આ દિલ્હીની જનતાની જીત છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'સત્યમેવ જયતે! CBIની ચાર્જશીટમાં સિસોદિયાનું નામ નથી. ઈતિહાસમાં પહેલીવાર જેનું નામ આરોપી નંબર 1 તરીકે રાખવામાં આવ્યું છે, તેનું નામ ચાર્જશીટમાં નથી. જે વ્યક્તિએ ગરીબ બાળકોને ડૉક્ટર-એન્જિનિયર બનાવ્યા, તે વ્યક્તિનું ભાજપે 6 મહિના સુધી શોષણ કર્યું. આ દિલ્હીની જનતાની જીત છે.

સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, CBIને એક પણ પુરાવા મળ્યા નથી. આ સમગ્ર મામલો ઉપજાવી કાઢેલો હોવાનું સાબિત થયું છે. ગુજરાત અને એમસીડીની ચૂંટણીમાં AAPને બદનામ કરવા માટે ભાજપ દિવસભર ખોટી પ્રેસ કોન્ફરન્સ કરે છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે 17 નવેમ્બર, 2021 ના​રોજ નવી આબકારી નીતિ લાગુ કરી હતી, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે સપ્ટેમ્બર 2022 ના અંતમાં તેને રદ્દ કરી હતી.

English summary
Delhi Excise Policy Scam : 10,000-page charge sheet filed in Liquor Policy, Manish Sisodia's name is missing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X