દિલ્હી ગેંગરેપના આરોપી વિનય શર્મા પર હુમલો, હાલત ગંભીર: વકીલ

delhi-gang-rape
નવી દિલ્હી, 16 મે: દિલ્હી ગેંગરેપના આરોપી વિનય શર્માના વકીલ એપી સિંહનું કહેવું છે કે તિહાડ જેલમાં વિનય શર્મા પર કેદીઓએ હુમલા કર્યા છે જેથી તેની હાલત ગંભીર છે.

વકીલ એપી સિંહે જણાવ્યું હતું કે વિનય શર્મા પર દિલ્હીની તિહાડ જેલમાં સાથી કેદીઓએ હુમલો કર્યો છે. તેની છાતીમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. વિનય શર્માને મંગળવારે લોકનાયક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના પ્રમુખે આ મુદ્દે કશું પણ કહેવાની મનાઇ કરી દિધી હતી. જ્યાર સુધી તિહાડ જેલના વહિવટીતંત્ર દ્રારા કશું કહેવામાં આવતું નથી ત્યાં સુધી તે કોઇ વાતચીત કરશે નહી.

એપી સિંહે આરોપ લગાવ્યો છે કે જેલમાં વિનય શર્માના ખાવામાં ધીમું ઝેર આપવામાં આવે છે. જમ્યા બાદ તેને લોહીની ઉલટીઓ થઇ હતી અને જોરદાર તાવ છે. છાતીમાં પણ દુખાવો છે. તેની હાલત ગંભીર છે. એપી સિંહે કહ્યું હતું કે છાતીમાં દુખાવાનું કારણ સાથી કેદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા છે જ્યારે લોહી ઉલટીઓ કેટલાક અઠવાડિયાથી થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં દિલ્હી ગેંગરેપના એક અન્ય આરોપી રામ સિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. રામ સિંહે તે બસનો ડ્રાઇવર હતો જેમાં યુવતી પર ગેંગરેપ થયો હતો. ગત વર્ષે 16 ડિસેમ્બરના રોજ ચાલુ બસે 6 લોકોએ 23 વર્ષીય પેરા મેડિકલની વિદ્યાર્થીની બળાત્કાર ગુજાર્યો હતો, ઘટનાના 13 દિવસ બાદ પીડીત યુવતીનું મોત નિપજ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X