For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપ : ફિલ્મથી શરૂ થયો હતો મોતનો સફર...

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: સામૂહિક બળાત્કાર અને હિંસા બાદ આ દુનિયાને અલવિદા કહેતી ગયેલી 23 વર્ષીય યુવતીના મોતનો સફર એક ફિલ્મથી શરૂ થયો હતો. પોતાના મિત્ર સાથે ફિલ્મ જોયા બાદ બસમાં પરત ફરી રહેલી આ યુવતીને ફિલ્મ જોવું ભારે પડી ગયું. દક્ષિણ દિલ્હીના સાકેતમાં ફિલ્મ જોયા બાદ યુવતી અને તેનો મિત્ર મુનરિકા પહોંચ્યા હતા. ત્યાંથી તેમને રસ્તા પર ઉભેલી બસ પકડી. આ 16 ડિસેમ્બરના રોજ સાંજે ઘટેલી ધટના છે.

બસ ડ્રાઇવર અને તેમાં બેઠેલા અન્ય લોકોએ તેને કહ્યું કે તે તેમને પશ્વિમી દિલ્હીના દ્રારકામાં છોડી દેશે. પરંતુ આ એક ઝૂઠ હતું, પરંતુ બસમાં ચઢેલી યુવતી અને તેના મિત્ર પાસે શક કરવા માટે કોઇ કારણ ન હતું અને આ તેમની એક મોટી ભૂલ હતી. આ બસ ગુનાહિત પ્રવૃતિઓ કરનાર લોકોના હાથમાં હતી. આ બસનો ડ્રાઇવર અને કંડકર બંને મળેલા હતા.

gang-rape-homage

દિવસ દરમિયાના આ બસ સ્કૂલના બાળકોને મૂકવા માટે જતી હતી. રાત્રે બસનો માલિક બસ ડ્રાઇવર અને કંડકટરને આપીને જતો હતો. માલિકને તેમના ઇરાદા અંગે જાણ ન હતી. બસમાં ચઢેલી યુવતી અને તેના મિત્ર ખબર ન હતી કે તાજેતરમાં જ એક વ્યક્તિ સાથે લૂંટ કરી તેને ફેંકી દેવામાં આવ્યો હતો. તે વ્યક્તિ પોલીસ પાસે ગયો હતો પરંતુ તેની કોઇ સુનાવણી થઇ ન હતી.

પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે બસ ચાલુ થઇ ત્યારે છ લોકો યુવતીને ખેંચીને પાછળની તરફ લઇ ગયા. યુવતીએ વિરોધ વ્યક્ત કર્યો તો તેની સાથે મારપીટ કરવામાં આવી. તેના મિત્રએ વિરોધ કર્યો તો તેની સાથે પણ મારપીટ કરવામાં આવી. બસમાં બેસેલા છ લોકોએ યુવતી સાથે 40 મિનિટ સુધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને પછી તેને લોખંડના સળિયા વડે માર માર્યો.

ત્યારબાદ તેમને યુવતી અને તેના મિત્રને મહિપાલપુર પર રસ્તાના કિનારે ફેંકી દિધા. ત્યાંથી પસાર થઇ રહેલા લોકોમાંથી કોઇએ તેમને હોસ્પિટલ પહોંચાડી જરૂરિયાત ના સમજી. NHAI ના લોકોના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન તેમની નજર પડી અને તેમને પોલીસને જાણ કરી. પીડીતાને જ્યારે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તો ડૉક્ટરોએ કહ્યું કે તેમને ક્યારે કોઇ દુષ્કર્મ પીડીતાને આટલી ખરાબ સ્થિતીમાં જોઇ નથી.

સામૂહિક બળાત્કારની આ ઘટનાના વિરોધમાં દેશભરમાં આક્રોશિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમને આરોપીઓ વિરૂદ્ધ પ્રદર્શન તથા દોષીઓને ફાંસી આપવાની માંગણી કરી. પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં એક પોલીસકર્મીનું મોત નિપજ્યું. જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલી પીડીતાને બુધવારે રાત્રે સારવાર માટે સિંગાપુર મોકલવામાં આવી હતી પરંતુ ત્યાં તેની હાલત બગડતી ગઇ અને શનિવારે રાત્રે તેનું મોત નિપજ્યું.

English summary
The gang rape victim who died in Singapore was headed home after an evening of movie and fun with a friend two on Sundays ago when they spotted a bus plying illegally on Delhi’s roads.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X