ડુંગળીના ભાવમાં વધારો, શરદ પવારે બોલાવી બેઠક

onion
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: ડુંગળીના વધતા જતા ભાવના કારણે સામાન્ય પ્રજાની મુશ્કેલીમાં વધારો થઇ ગયો છે. ત્યારે કૃષિમંત્રી શરદ પવારે આ મુદ્દે બેઠક બોલાવી છે. ડુંગળીના ભાવમાં લગામ કસવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ બેઠકમાં ડુંગળીના વધતા જતા ભાવને રોકવા માટે વિચાર કરવામાં આવશે. આ પહેલાં ગુરૂવારે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષિતે આ મુદ્દે શરદ પવારે પત્ર પણ લખ્યો હતો. ચુંટણી નજીક આવી રહી છે ત્યારે વધતા જતા ડુંગળીના ભાવોના કારણે શીલા દિક્ષિતની ઉંધ હરામ થઇ ગઇ છે.

ડુંગળીના ભાવમાં નરમાઇ લાવવા માટે તેમને કેન્દ્રિય કૃષિ મંત્રી શરદ પવારને પત્ર લખી માંગણી કરી હતી કે ડુંગળીની નિકાસમાં કાપ મૂકવામાં આવે જેથી લોકોને સસ્તા દરે ડુંગળી મળી શકે. મુખ્યમંત્રી શીલા દિક્ષિતને ડર સતાવી રહ્યો છે કે 1998માં ડુંગળીના ભાવમાં વધારો થતાં ભાજપ સરકારને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ડુંગળીના ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા હતા.

ફરી એકવાર ડુંગળીના ભાવ 35 થી લઇને 40 સુધી પહોંચી ગયા છે. શીલા દિક્ષિતે ગુરૂવારે કહ્યું હતું કે ડુંગળીનાઅ ભાવ ઓછા કરવા માટે અમે દરેક પ્રયત્નો કરીશું. બેઠકમાં અધિકારીઓએ એ પણ જાણકારી આપી છે કે 15 દિવસોમાં ડુંગળી આવક વધી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X