For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસે કહ્યું - ધર્મ સંસદમાં મુસ્લિમો વિરુદ્ધ કોઈ એક શબ્દ બોલ્યો નથી

દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, ગત વર્ષે રાજધાનીમાં આયોજિત ધર્મ સંસદમાં મુસ્લિમો વિરુદ્ધ કોઈ ઉશ્કેરણીજનક ભાષણ કરવામાં આવ્યું ન હતું.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 એપ્રીલ : દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, ગત વર્ષે રાજધાનીમાં આયોજિત ધર્મ સંસદમાં મુસ્લિમો વિરુદ્ધ કોઈ ઉશ્કેરણીજનક ભાષણ કરવામાં આવ્યું ન હતું. 19 ડિસેમ્બર, 2021ના રોજ દિલ્હીમાં આયોજિત વિવાદાસ્પદ ધર્મ સંસદ કાર્યક્રમમાં ભડકાઉ ભાષણોની તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

Dharm Sansad

તેના પર સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ પાસે જવાબ માંગ્યો હતો. દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ ન આપવું જોઈએ અને કેસ બંધ કરી દેવો જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, 17 થી 19 ડિસેમ્બર, 2021 વચ્ચે દિલ્હી સહિત અનેક શહેરોમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજ વિરૂદ્ધ દ્વેષપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના ઘણા વીડિયો પણ વાયરલ થયા છે.

મુસ્લિમો વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યા નથી

સાઉથ ઈસ્ટ દિલ્હીની ડીસીપી ઈશા પાંડેએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપતાં કહ્યું હતું કે, ગયા વર્ષે 19 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં આયોજિત ધર્મ સંસદ કાર્યક્રમમાં મુસ્લિમો વિરુદ્ધ કોઈ ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવ્યું ન હતું. પોલીસે જણાવ્યું હતું કે, ધર્મ સંસદના વીડિયોની તપાસ કર્યા બાદ, તેમને ઘટનામાં કોઈ સમુદાય વિરુદ્ધ કોઈ ઉશ્કેરણીજનક ભાષણો કરવામાં આવ્યા ન હતા. મુસલમાનોનો નરસંહાર કહેવાય એવો કોઈ શબ્દ વાપરવામાં આવ્યો ન હતો.

English summary
Delhi Police said that not a single word was uttered against Muslims in Dharm sabha In the Supreme Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X