For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Riots 2020 : દિલ્હી રમખાણ પૂર્વ આયોજીત હતા - દિલ્હી હાઈકોર્ટ

ઉત્તર પૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી 2020માં થયેલા કોમી રમખાણોના સંદર્ભમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ કોઈ ક્ષણિક આવેગનું પરિણામ નથી, પરંતુ તે પૂર્વ આયોજન સાથે અમલમાં મૂકવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઉત્તર પૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી 2020માં થયેલા કોમી રમખાણોના સંદર્ભમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ કોઈ ક્ષણિક આવેગનું પરિણામ નથી, પરંતુ તે પૂર્વ આયોજન સાથે અમલમાં મૂકવામાં આવ્યા હતા. પુરાવાને ધ્યાનમાં રાખીને એવું કહી શકાય નહીં કે, આ રમખાણો કોઈ ઘટનાની પ્રતિક્રિયા હતી. કોર્ટે તોફાની આરોપીઓની જામીન અરજીની સુનાવણી દરમિયાન આ વાત કહી છે.

Delhi riot

મંગળવારના રોજ દિલ્હી હાઇકોર્ટના રોજ ફેબ્રુઆરી 2020માં થયેલા રમખાણો વિશે જણાવ્યું હતું કે, આ રમખાણો આયોજિત રીતે કરવામાં આવ્યા હતા, તે કોઇ ઘટના અંગે ક્ષણિક આવેગને કારણે ન હતા. ફરિયાદી દ્વારા તૈયાર કરવામાં આવેલા વીડિયો ફૂટેજમાં વિરોધીઓની વર્તણૂક સ્પષ્ટપણે દર્શાવે છે કે, સરકાર તેમજ શહેરના લોકોના સામાન્ય જીવનને ખોરવી નાખવા માટે તે એક આયોજિત રમખાણ હતા.

જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતનલાલની કથિત હત્યા સાથે જોડાયેલા કેસના આરોપી ઇબ્રાહિમ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર જણાવ્યું હતું કે, સ્થળની નજીકના વિસ્તારમાં CCTV કેમેરા સુઆયોજન સાથે નાશ કરવામાં આવ્યા હતા. આ પૂર્વ આયોજિત કાવતરું બતાવે છે. પોલીસ પર હુમલો કરનારા સેંકડો તોફાનીઓ પણ એક સુનિયોજિત કાવતરું સૂચવે છે.

ઇબ્રાહિમની જામીન અરજી નામંજૂર કરતી વખતે તેને તલવાર સાથે દર્શાવતા ઉપલબ્ધ વીડિયો ફૂટેજ તેને કસ્ટડીમાં રાખવા માટે પૂરતા છે. સુનાવણી બાદ કોર્ટે લોકોને જામીન આપતી વખતે ઇબ્રાહિમ સહિત ત્રણ લોકોને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો.

શું છે સમગ્ર ઘટના?

ફેબ્રુઆરી 2020માં દિલ્હીના નોર્થ ઇસ્ટ વિસ્તારમાં ભયંકર તોફાનો થયા હતા, જેમાં 53 લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ રમખાણોને લગતા કેસમાં દિલ્હી પોલીસ દ્વારા સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઘણા કેસની સુનાવણી હાઇકોર્ટમાં ચાલી રહી છે.

English summary
Referring to the February 2020 communal riots in North East Delhi, the High Court said, "This is not the result of a momentary impulse, but it was implemented with pre-planning."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X