For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવસેને દિવસે ઝેરીલી થઈ રહી છે દિલ્હીની હવા, AQI 400ને પાર

દિવસેને દિવસે ઝેરીલી થઈ રહી છે દિલ્હીની હવા, AQI 400ને પાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તમામ કોશિશો છતાં દિલ્હીથી પ્રદૂષણ ઘટવાનું નામ નથી લઈ રહ્યું, ગુરુવારે પણ દિલ્હીમાં સ્મૉગની એક વિશાળ ચાદર છવાયેલી છે અને અહીં વાયુ ગુણવત્તા સૂચકાંક 'ગંભીર શ્રેણી'માં પહોંચી ગયો છે, આજે સવારે આરકે પુરમમાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ 451, લોધી રોડમાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ 394, આઈજીઆઈ એરપોર્ટમાં એક ક્વૉલિટી ઈન્ડેક્સ 440 અને દ્વારકામાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ 454 નોંધાયો છે.

ઝેરીલી બની દિલ્હીની હવા

ઝેરીલી બની દિલ્હીની હવા

પ્રદૂષણથી માત્ર દિલ્હી જ નહિ બલકે તેની આસપાસના તમામ શહેર પણ ખરાબ રીતે પરેશાન થયા છે, આજે સેક્ટર 51 ગુરુગ્રામમાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ 469, નોઈડા સેક્ટર 1માં 458, ઈંદિરાપુરમ, ગાઝિયાબાદમાં 469 અને ન્યૂ ઈન્ડસ્ટ્રિયલ ટાઉન ફરીદાબાદમાં 421 નોંધાયો છે. દિલ્હી પૉલ્યૂશન કંટ્રોલ કમિટીએ આ વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે પાછલા 24 કલાકમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું લેવલ કેટલાય ગણું વધ્યું છે અને આગામી કેટલાક દિવસ સુધી રાજધાનીનો હાલ આવો જ રહેશે.

આ માપદંડથી દિલ્હીની હવાનું અનુમાન લગાવી શકો

આ માપદંડથી દિલ્હીની હવાનું અનુમાન લગાવી શકો

  • AQI 51-100ની વચ્ચે સામાન્ય
  • AQI 101-200ની વચ્ચે ઠીક-ઠાક
  • AQI 201થી 300ની વચ્ચે ખરાબ
  • AQI 300થી 400ની વચ્ચે બહુ ખરાબ
  • AQI 400થી 500ની વચ્ચે ભયંકર ખરાબ

US Election: ટ્રમ્પે મતગણતરી પર આશંકા જતાવી, બોલ્યા- કાલે જ્યાં લીડ કરી રહ્યો હતો, ત્યાં પાછળ?US Election: ટ્રમ્પે મતગણતરી પર આશંકા જતાવી, બોલ્યા- કાલે જ્યાં લીડ કરી રહ્યો હતો, ત્યાં પાછળ?

પ્રદૂષણમાં શું કરવું અને શું ના કરવું

પ્રદૂષણમાં શું કરવું અને શું ના કરવું

  • જ્યારે પણ ઘરની બ્હાર નીકળો ત્યારે માસ્ક લગાવીને જ નિકળવું
  • ઘરે નગ્ન પગે જ ચાલવું, આવું કરવાથી તમારા બેક્ટેરિયા તમામ સંપર્કમાં આવશે અને તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધારશે.
  • નાભી પર સરસવનું તેલ લગાવવાથી પણ રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.
  • ખોરાકમાં હળદરનો વધુમાં વધુ ઉપયોગ કરવો.
  • સવારે અને રાતે ચાલવા ના નિકળો કેમ કે આ સમયે પ્રદૂષણની અસર વધુ હોય છે.
  • વધુમાં વધુ પ્રમાણમાં લિંબડાના દાતણનો ઉપયોગ કરવો.
  • ખાવામાં લીલાં શાકબાજી લેવાં જે તમને સ્વસ્થ રાખશે.
  • ઘરે વૃક્ષો રોપવા જેથી તમને ઘરે જ શુદ્ધ હવા મળી રહે.

English summary
Delhi's air is getting toxic day by day, level of AQI 400 crossed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X