દિગ્વિજયે કહ્યું મોદીને, 'રાષ્ટ્રવાદી ભારતીય' બનો
નવી દિલ્હી, 13 જુલાઇ: કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોતાને 'હિન્દુ રાષ્ટ્રવાદી' ગણાવવા સંબંધી નિવેદનની ટીકા કરતાં આજે કહ્યું હતું કે ભાજપના નેતા દેશને ધર્મના આધારે ન વહેચે.
નરેન્દ્ર મોદીના નિવેદનથી રાજકીય હોબાળો મચ્યાના એક દિવસ બાદ દિગ્વિજય સિંહે ટ્વિટર પર કહ્યું હતું કે 'શું અમે હિન્દુ રાષ્ટ્રવાદી કે મુસ્લિમ રાષ્ટ્રવાદી કે સિખ રાષ્ટ્રવાદી કે ઇસાઇ રાષ્ટ્રવાદી હોવાના બદલે રાષ્ટ્રવાદી ભારતીય ના હોવું જોઇએ? તેમને એક અન્ય ટ્વિટમાં સંઘ પરિવાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે આ મહાન રાષ્ટ્રને સાવરકાર અને જિન્નાની જેમ ધર્મના આધાર પર ન વહેંચો. તે બંને રાષ્ટ્રના સિદ્ધાંતના જનક હતા.
દિગ્વિજય સિંહે દરેક પ્રકારના કટ્ટરવાદની નિંદા કરતાં એક અન્ય ટ્વિટમાં કહ્યું હતું કે પાકિસ્તાનની મલાલા યૂસૂફઇને સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતાં સાંભળી. કોંગ્રેસ મહાસચિવે 16 વર્ષીય મલાલાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેને તાલિબાન અને દરેક પ્રકારના કટ્ટરવાદની જોરદાર ટીકા કરી હતી. તે વૈશ્વિક સાક્ષરતાનું પ્રતીક બની ગઇ છે. તેને શુભેચ્છા. આવો આપણે બધા તે વાત માટે લડવા માટે સંકલ્પ લઇએ, જેના માટે તે ઉભી થઇ છે. ઇશ્વર તેને લાંબું આયુષ્ય અને તાકાત આપે.

દિગ્વિજય સિંહે એવા સમયે ટ્વિટ કર્યું છે કે જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 2002માં થયેલા રમખાણો પર કાબૂ મેળવવા માટે કોઇ પગલાં ન ભર્યા હોવાનો આરોપના વિરોધમાં પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યુંમાં જો એક કુતરાનું બચ્ચું કારના પૈડા નીચે આવી જાય છે તો શું આ દુખદ નથી? નિશ્વિતરૂપથી આ દુખદ હશે. ભલે મુખ્યમંત્રી છું કે ના હોવ, હું એક માણસ છું. જો કંઇ ખરાબ થાય છે તો મને દુખ થશે. નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે 2002ના રમખાણો દરમિયાન મે એકદમ યોગ્ય પગલાં ભર્યા અને તેમની સરકારની સ્થિતી સુધારવા માટે પોતાની પુરી તાકાતનો ઉપયોગ કર્યો.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું રાષ્ટ્રવાદી છું. હું દેશભક્ત છું. તેમાં કંઇ ખોટું નથી. મેં હિન્દુ પરિવારમાં જન્મ લીધો છે. તેમાં કંઇ ખોટું નથી. અંતે હું એક હિન્દુ રાષ્ટ્રવાદી છું. તો તમે કહી શકો છો કે હું એક હિન્દુ રાષ્ટ્રવાદી છું કારણ કે હું જન્મથી હિન્દુ છું.












Click it and Unblock the Notifications
