કાર ચાલકનો હર્ટ થઇ ગયો ઇગો તો ચાલુ બાઇકને મારી ટક્કર, જુઓ વીડિયો

દેશની રાજધાની દિલ્હીના રસ્તાઓ પર પોતાના વાહનોના દિવાના બની ગયેલા લોકોનો તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સોમવારની સવારની છે.

દેશની રાજધાની દિલ્હીના રસ્તાઓ પર પોતાના વાહનોના દિવાના બની ગયેલા લોકોનો તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સોમવારની સવારની છે. દિલ્હીના અરજણ ગઢ મેટ્રો સ્ટેશન પાસે સ્કોર્પિયો ડ્રાઇવર અને બાઇકર જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે પછી ગુસ્સામાં એક સ્કોર્પિયો સવારે રસ્તામાં બાઇક ચલાવી રહેલા બાઇકચાલકને ટક્કર મારી હતી અને તે પછી પોતાની કાર હંકારી મૂકી હતી.

મિત્રો સાથે ગુરુગ્રામથી દિલ્હી આવી રહ્યા હતા બાઇકર્સ

મિત્રો સાથે ગુરુગ્રામથી દિલ્હી આવી રહ્યા હતા બાઇકર્સ

આ બાઇકર ગૃપના એક બાઇકરે જણાવ્યું કે, તે અને તેના 8-10 મિત્રો સાથે ગુરુગ્રામથી દિલ્હી આવી રહ્યા હતા. આ દરમિયાન સ્કોર્પિયોનોચાલક તેની નજીક આવ્યો હતો અને બેફામ ગાડી ચલાવવા લાગ્યો હતો. આ સાથે આરોપીઓએ મારા મિત્રને ધમકીઓ આપવાનું શરૂ કર્યુંહતું.

ઇરાદાપૂર્વક બાઇકને ટક્કર મારીને ભાગી ગયો કાર ચાલક

ઇરાદાપૂર્વક બાઇકને ટક્કર મારીને ભાગી ગયો કાર ચાલક

એક બાઇકરે જણાવ્યું કે, મારા મિત્રો આના પર ધીમા પડ્યા પણ હું આગળ વધ્યો હતો. સ્કોર્પિયોના ચાલકે પોતાની કારની સ્પીડ વધારીદીધી હતી અને ઇરાદાપૂર્વક બાઇકને ટક્કર મારીને ભાગી ગયો હતો.

સમગ્ર ઘટનાની FIR દાખલ કરવામાં આવશે

સમગ્ર ઘટનાની FIR દાખલ કરવામાં આવશે

આવા સમયે આ બાબતે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, સ્કોર્પિયોની ઓળખ થઈ ગઈ છે અને આ બાબતે સુઓમોટો સંજ્ઞાન લઈને કાર્યવાહીકરવામાં આવશે. પોલીસે બાઇક સવારોને લેખિત ફરિયાદ કરવા જણાવ્યું છે. ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટનાની FIRદાખલ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ ઘટનાની નોંધ લેતા દિલ્હી પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. એક બાઇકસવારે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો જેસોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X