પિતા બન્યો હેવાન, પુત્રીઓને બનાવી હવસનો શિકાર

પિતા-પુત્રીઓને બનાવતો હતો પોતાની હવસનો શિકાર
આઉટર દિલ્હીના બેગમપુર વિસ્તારમાં 2 કિશોર પુત્રીઓએ પોતાના પિતા પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. સતત પિતાની હવસનો શિકાર બનતી પુત્રીઓએ આ અંગે પોતાની માતાને જાણકારી આપી હતી. પીડિત કિશોરીઓની માતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંઘાવી છે. જ્યાં પોલીસે આરોપી પિતા વિરૂદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે જલદી આરોપીની ધરપકડ કરવામાં આવશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કવિતા (8 વર્ષ) અને રાગીણી (12 વર્ષ) (નામ બદલેલ છે) પોતાના પરિવાર સાથે બેગમપુરમાં રહે છે. કવિતાના પિતા દિલ્હી સ્થિત એક ફેક્ટરીમાં કામ કરે છે. પુત્રીઓના જણાવ્યા અનુસાર અવારનવાર તેમની સાથે છેડતી કરતા હતા. વિરોધ વ્યક્ત કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી ઘણીવાર બળાત્કાર ગુજાર્યો હતો. પુત્રીઓની વાત સાંભળી માતાનું કલેજું કંપી ઉઠ્યું હતું. તેને તાત્કાલીક પોલીસને જાણ કરી હતી અને પોલીસે ફરિયાદ દાખલ કરી પીડિત કિશોરીઓની મેડિકલ તપાસ માટે મોકલી દેવામાં આવી છે. રેપની પુષ્ટિ બાદ પોલીસે બળાત્કારનો કેસ દાખલ કર્યો. હાલમાં આરોપી પિતા ફરાર હોવાનું દર્શાવવામાં આવે છે. પોલીસે જલદી તેની ધરપકડ કરવાનો દાવો કર્યો છે.












Click it and Unblock the Notifications
