For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓક્સિજન ન મળતાં 4ના મોત, સરકારે આપ્યો તપાસનો આદેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

oxygen
નવી દિલ્હી, 5 ડિસેમ્બર: દિલ્હીના એક સરકારી હોસ્પિટલ સુશ્રુત ટ્રોમા સેન્ટરમાં વેંટીલેટર પર રાખવામાં આવેલા ચાર દર્દીઓને યોગ્ય રીતે ઓક્સિજન ન મળતાં તેમના મોત નિપજ્યાં છે. દિલ્હી સરકારે આ મામલે તપાસનો આદેશ આપી દિધો છે.

સોમવારે રાત્રે આઇસીયૂમાં દાખલ કરવામાં આવેલા પાંચ દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને વેંટીલેટર પર રાખવામાં આવ્યાં હતા પરંતુ ઓક્સિજન સપ્લાયમાં ગરબડ હોવાને તેમને યોગ્ય ઓક્સિજન મળતાં ચાર લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે એક દર્દીનો જીવ બચી ગયો છે. આ દર્દીઓમાં બે મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ઓક્સિજનની કમીના કારણે તેમનું મોત નિપજ્યું છે. અને જવાબદાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

મૃતકોના પરિવારજનો સુશ્રુત અભિઘાત કેન્દ્રમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ અધિકારી સિંધુ પિલ્લઇએ કહ્યું હતું કે સુશ્રુત અભિઘાત કેન્દ્રમાં ચાર દર્દીના સવારે મોત નિપજ્યં હતા. મૃત્યુંના કારણે તપાસ હજુ બાકી છે. તેમને કહ્યું હતું કે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થઇ નથી.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ઓક્સિજન સપ્લાયમાં ખામી સર્જાતા તેમનું મોત નિપજ્યું છે. એક કર્મચારીએ કહ્યું હતું કે અમે તે અંગે તપાસ કરી રહ્યાં છીએ. મૃતકોની ઓળખ જાવેદ (20 ઉ.વ), રાજકુમાર (35 ઉ.વ) અને રેહાના (36 ઉ.વ) તરીકે કરવામાં આવી છે. ચોથા મૃતકની ઉંમર 40 વર્ષ કરતાં ઓછી હતી અને તેની ઓળખ થઇ શકી નથી.

મોતના સમાચાર મળતાંની સાથે જ દિલ્હી સરકાર હરકતમાં આવી ગઇ છે અને તેને આ મામલાની તપાસ માટે કમિટી બનાવી છે. સ્પેશ્યલ હેલ્થ સેક્રેટરી એસ બી શશાંકની અધ્યક્ષતા હેઠળ આ કમીટી તપાસ કરશે. આ ઘટનામાં કોણ જવાબદાર છે. કમીટીને ત્રણ દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું છે. ચાર લોકોના મોત માટે હોસ્પિટલ કર્મચારી અથવા ડૉક્ટર જવાબદાર હોય શકે છે તેમ સરકાર પણ માની રહી છે. સરકારના જણાવ્યા મુજબ ગુનેગારોને કડક સજા ફટકારવામાં આવશે. આ ઘટના બાદ દિલ્હીની સરકારી હોસ્પિટલો પર આંગળી ચિંધાઇ રહી છે. આરોગ્ય મંત્રીએ બીજી હોસ્પિટલોની સ્થિતી પર બેઠક બોલાવી છે.

English summary
A day after four critically ill patients died at a city hospital due to malfunctioning of an oxygen supply machine, the Delhi government has set up a three-member probe committee to investigate the incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X