For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ, હોબાળો થવાના અણસાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 નવેમ્બર: સોમવારથી શરૂ થયેલા સંસદનું શિયાળુ સત્ર હોબાળેદાર રહેવાના અણસાર છે કારણ કે વિપક્ષી દળોએ વીમા બિલનો વિરોધ કરવાનો અને કાળા નાણાના મુદ્દે સરકારને ઘેરવાનો ઇરાદો બનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિયાળુ સત્રની પૂર્વ સંધ્યા પર આયોજિત સર્વદળીય બેઠકને સંબોધિત કરતાં કહ્યું કે બધા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર હળીમળીને સંસદમાં આગળ વધી શકાય છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિના સુધી ચાલનાર આ સત્ર પણ બજેટ સત્રની માફક ખૂબ સારી રીતે પસાર થશે.

સર્વદળીય બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી વેંકૈયા નાયડૂએ જણાવ્યું હતું કે 'વડાપ્રધાને કહ્યું કે બજેટ સત્ર સારી રીતે પસાર થશે અને આ રચનાત્મક અને સફળ હતું. અમે આશા કરીએ છીએ કે શિયાળુ સત્ર પણ તેના આધાર પર રહેશે.'

parliament

વેકૈંયા નાયડૂના અનુસાર વડાપ્રધાને કહ્યું કે સરકાર બધા મુદ્દાઓને લઇને તૈયાર છે. સામૂહિક વિવેકથી, બધા પક્ષોના મુદ્દાઓને આગળ વધારી શકાય છે. આ બેઠકમાં 26 પક્ષોના 40 નેતાઓએ ભાગ લીધો. તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની હાજરી ન હતી.

વામદળો, તૃણમૂલ કોંગ્રેસ, જનતા દળ યૂનાઇટેડ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી અને બસપાએ વીમા બિલના વિરોધનો સામૂહિક મુદ્દો બનાવવાનો નિર્ણય કર્યો છે અને વ્યાપક વિપક્ષી એકતા માટે કોંગ્રેસને તેમને સમર્થન આપવાનું કહ્યું છે.

એક મહિના સુધી ચાલનાર આ શિયાળુ સત્રમાં કુલ 22 બેઠક થશે જેમાંથી ચાર દિવસ બિન સરકારી કામકાજ માટે રાખવામાં આવ્યા છે. સંસદનું આ સત્ર એવા સમયે થઇ રહ્યું છે જ્યારે એક અઠવાડિયા પહેલાં જ જૂના જનતા પરિવાર સાથે જોડાયેલા વિભિન્ન પક્ષોએ એક મંચ પર આવનાર અને સંસદના બંને સદનોમાં સંયુક્ત રાજનિતી અપનાવવાની યોજનાની જાહેરાત કરી છે.

English summary
Addressing an all-party meeting convened by Parliamentary Affairs Minster M. Venkaiah Naidu in New Delhi, Prime Minister Narendra Modi on Sunday expressed confidence that the Winter Session of Parliament beginning on Monday will be as productive as the budget session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X