For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'રેલવેમંત્રી નિતિશ ગોધરાકાંડને અટકાવ્યો હોત તો ગુજરાતમાં રમખાણો ના થાત'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 એપ્રિલ: બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે નરેન્દ્ર મોદી પર કરેલા હુમલાથી ભાજપ હડકંપ મચી ગયો છે. તેમના નેતાઓએ નિતિશ કુમાર પર ચારેબાજુ હુમલો બોલી દિધો છે. ભાજપના નેતાઓએ ગુજરાતના રમખાણો માટે પરોક્ષ રીતે નિતિશ કુમારને જવાબદાર ગણાવ્યા છે, તેમને કહ્યું હતું કે જો 2002માં રેલવે મંત્રી રહી ચુકેલા નિતિશ કુમારે ગોધરામાં સાબરમતી અગ્નિકાંડને રોકી દેતા તો ગુજરાતમાં હુલ્લડો થયા ન હોત.

ભાજપના પ્રવક્તા મીનાક્ષી લેખીએ ગુજરાતના હુલ્લડો માટે નિતિશ કુમારને જવાબદાર ગણાવ્યા છે. તેમને કહ્યું હતું કે 2002માં જ્યારે સાબરમતી ટ્રેનકાંડ થયો હતો ત્યારે નિતિશ કુમાર રેલવે મંત્રી હતા. મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં બધા ધર્મનિરપેક્ષ છે. 2002માં નિતિશજી અમારી સરકારમાં સામેલ હતા અને સાબરમતી એક્સપ્રેસ દરમિયાન તે રેલવેમંત્રી હતા. ત્યારે આવા સમયે અમારા મુખ્યમંત્રી અંગે કહેવામાં આવેલી વાતોની નકારી કાઢી હતી.

nitish-kumar

નિતિશ કુમાર પર બીજો હુમલો ભાજપના રાષ્ટ્રીય સચિવ રામેશ્વર ચોરાસિયાએ કર્યો હતો. તેમને પણ ગુજરાતના હુલ્લડો માટે સીધે-સીધા તત્કાલીન રેલવે મંત્રી નિતિશ કુમારને જવાબદાર ગણાવ્યા હતા. તેમને કહ્યું હતું કે કોઇપણ ઘટના માટે કોઇ વ્યક્તિ કોમ્યુનલ હોતો નથી. ભાજપ પણ સેક્યુલર છે અને નરેન્દ્ર મોદી પણ સેક્યુલર છે. જો ગોધરામાં ટ્રેન અકસ્માતને રોકવામાં આવ્યો હોત તો ગુજરાતમાં હુલ્લડો ના થાત.

જે પ્રમાણે એક ઘટના અસમમાં થઇ હતી. જે પ્રમાણે ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રમખાણો ફાટી નિકળ્યા હતા. હત્યા થઇ ના હોત તો રમખાણો ના થાત. આ બસ એક ઘટના જ છે અને તેને લઇને પરિણામ સુધી પહોંચી ના શકાય. દેશની જનતાએ અમને સેક્યુલરિઝમનું સર્ટિફિકેટ આપ્યું છે, માટે નરેન્દ્ર મોદી જ નહી પરંતુ ભાજપ સેક્યુલર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં બિહારના ભાજપના નેતાઓએ સોમવારે સવારે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. નિતિશ કુમારને અલ્ટિમેટમ અને નરેન્દ્ર મોદી પર નિશાન તાકવાને લઇને સોમવારે રાજનાથ સિંહે તેમને દિલ્હી બોલાવ્યા હતા. મીટીંગ બાદ ભાજપના નેતાઓને કશું વ્યક્ત કર્યું નથી, પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર તેમાં જેડીયૂને લઇને પાર્ટીની રણનિતી પર વિચાર કર્યો છે.

English summary
Nitish Kumar on Tuesday continued his veiled criticism of Narendra Modi for the 2002 Godhra train carnage and the riots after that a development which could further strain ties between their two parties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X