For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથ સિંહે નિઠારી હત્યાકાંડના પાંચ આરોપીની દયા અરજી નકારી કાઢી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rajnath-singh
નવી દિલ્હી, 18 જૂન: નિઠારી હત્યાકાંડમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે બુધવારે સુરેન્દ્ર કોલી સહિત પાંચ આરોપીઓની દયા અરજીને નકારી કાઢી હતી. આ હત્યાકાંડના મુખ્ય આરોપી સુરેન્દ્ર કોલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નિઠારી હત્યાકાંડમાં મુખ્ય આરોપી સુરેન્દ્ર કોલીએ એક 7 વર્ષીય બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેનો મોતનો ઘાટ ઉતારી દિધો હતો. વર્ષ 2005માં આ ઘટના બાદ આખું દિલ્હી અને નોઇડા અચંભિત રહી ગયું હતું. કેટલાક દિવસો સુધી કેસની તપાસ બાદ દિલ્હી પોલીસે આ કેસ સીબીઆઇને સોંપી દિધો હતો.

સીબીઆઇએ આખા પ્રકરણની તપાસ કર્યા બાદ સુરેન્દ્ર કોલી સહિત અન્ય પાંચ લોકોને મુખ્ય આરોપીના રૂપમાં સીબીઆઇની એક વિશેષ કોર્ટની સામે રજૂ કર્યો. તમને જણાવી દઇએ કે નિઠારી હત્યાકાંદના ખુલાસાથી ડિસેમ્બર 2009માં તે સમયે સનસની ફેલાઇ ગઇ હતી, જ્યારે પંધેરના બંગલાની પાછળના નાળામાં માનવ શરીરના કેટલાક ભાગ મળી આવ્યા હતા. આ માનવ અવશેષ નિઠારી ગામની 19 યુવા મહિલાઓ અને બાળકોના હતા, આ સાથે જ પંઘેરના બંગલામાં કથિત રીતે બળાત્કાર ગુજારતવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવે હતી. સુરેન્દ્ર કોલીને આ હત્યાકાંડમાં ગત વર્ષે 22 ડિસેમ્બરના રોજ મોતની સજા સંભળાવી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં કહ્યું હતું કે સુરેન્દ્ર કોલીને ફાંસી ઓછી સજા થવી ન જોઇએ. જો કે રાજનાથ સિંહે બધા આરોપીઓની દયા અરજીને બુધવારે નકારી કાઢી છે.

English summary
Home Minister Rajnath Singh rejects mercy petitions of 5 death row convicts including Nithari Murder case convict Suender Koli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X