For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે કરી અપીલ સરબજીતને મુક્ત કરી દે પાકિસ્તાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sarabjit-singh
નવી દિલ્હી, 30 એપ્રિલ: ભારતે સોમવારે પાકિસ્તાને કહ્યું હતું કે તે સરબજીત સિંહને મુક્ત કરી દે. પડોશી દેશની લાહોર જેલમાં કેદ સરબજીત સિંહ પર કેટલાક અન્ય કેદીઓએ ઘાતક હુમલો કર્યો, ત્યારબાદ તેની હાલત ગંભીર છે. ભારતે આ હુમલાની તપાસ કરવાની માંગણી કરી છે જેથી દોષીઓને સજા મળી શકે.

ભારત સરકારે પાકિસ્તાન પાસે 49 વર્ષીય સરબજીત સિંહને ભારત પરત મોકલવા અંગે વિચાર કરવા માટે કહ્યું છે જેથી તે ભારતમાં ઉપલબ્ધ સર્વશ્રેષ્ઠ સારવાર પ્રાપ્ત કરી શકે.

સરબજીત સિંહની સારવાર કરી રહેલા ડોક્ટરોએ તેની હાલત નાજુક બતાવી છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તે સરબજીત સિંહના પરિવારજનોની પીડાને વ્યક્ત કરી રહ્યો છે અને કહ્યું છે કે પરિવારજનો સાથે તેમની દુવાઓ હંમેશા સાથે રહેશે.

મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ત્રાહિત ઘટનાઓ અને હાલની સ્થિતીને ધ્યાનમાં રાખતાં અમે ફરી એકવાર પાકિસ્તાન સરકારને અપીલ કરીએ છીએ કે તે સહાનુભૂતિપૂર્ણ અને માનવતાપૂર્ણ વલણ અપનાવે અને સરબજીતને મુક્ત કરી દે. મંત્રાલયે એમપણ કહ્યું છે કે પાકિસ્તાની જેલોમાં બંધ બધા ભારતીય સૈનિકોની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાન સરકાર લે.

આ દરમિયાન મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન સ્થિત ભારતીય હાઇકમીશનના અધિકારી લાહોર સ્થિત જિન્ના હોસ્પિટલના ડોક્ટરના સતત સંપર્કમાં છે. આ પહેલાં ગૃહ રાજ્ય મંત્રી આરપીએન સિંહે સંસદ પરિસરમાં પત્રકારોને કહ્યું હતું કે અમારો પ્રયત્ન રહેશે અને અમે એ સુનિશ્વિત કરવાનો પ્રયત્ન કરીશું કે સરબજીત સિંહને યોગ્ય સારવાર મળે. ભલે પાકિસ્તાની ડોક્ટર તેની સારવાર કરે કે પછી વિદેશથી ડોક્ટરોની ટીમ બોલાવવી પડે. જો અમારા તરફથી કોઇ મદદની જરૂર પડે તો અમે સંપૂર્ણ ડોક્ટરી સારવાર પુરી પાડવા માટે તૈયાર છીએ.

તેમને કહ્યું હતું કે સરબજીત સિંહની હાલત અત્યંત ગંભીર છે અને તેના પરિવારજનોની માંગ છે કે સરબજીતને ભારત મોકલવામાં આવે. આ એવો મુદ્દો છે જે ભારત રાજનિયકોના માધ્યમથી પાકિસ્તાની અધિકારી સમક્ષ ઉઠાવી શકાય છે.

English summary
India on Monday asked Pakistan to release death row convict Sarabjit Singh, whose condition remains critical after being brutally assaulted by jail inmates in Lahore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X