For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JDUને મોદી મંજૂર નહી, PM પદ પર આજે ચર્ચા થશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitish-kumar-modi
નવી દિલ્હી, 14 એપ્રિલ: દિલ્હીમાં ચાલી રહેલી જેડીયૂની રાષ્ટ્રીય કાર્યકારિણીના બીજા અને અંતિમ દિવસ પર આજે સૌની નજર નિતિશ કુમારના ભાષણ પર રહેશે જેમાં પાર્ટીની ધર્મનિરપેક્ષ છબિને ધ્યાનમાં રાખતાં નરેન્દ્ર મોદી પર નિશાન સાધી શકે છે. જેડીયૂએ પહેલાં જ સ્પષ્ટ કરી દિધું છે કે જો નરેન્દ્ર મોદીને એનડીએના પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે તો તે ભાજપનો સાથ છોડી દેશે.

શનિવારે દિવસભર પર રાજકીય નિવેદનબાજી બાદ સાંજ થતાં જ નિતિશ કુમારે પહેલાં ભાજપ નેતા અરૂણ જેટલી અને પછી મોડી રાત્રે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. અરૂણ જેટલી અને નિતિશ કુમારની મુલાકાત લગભગ અડધો કલાક ચાલી હતી. નિકળ્ય બાદ જ્યારે પત્રકારોએ નિતિશ કુમાર સાથે મુલાકાત અંગે પૂછ્યું તો જવાબ આપ્યો હતો કે વાતચીત પર પાબંધી લાગેલી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહ અને નિતિશ કુમાર વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. રાજનાથે સિંહે નિતિશ કુમાર વાત સાંભળી અને તેમને વિશ્વાસ અપાવ્યો કે આ મુદ્દાઓ પર પાર્ટીમાં ચર્ચા કરશે. સૂત્રોનું કહેવું છે કે નિતિશ કુમારે રાજનાથ સિંહને કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી પીએમ પદના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવશે તો વોટોનું ધ્રુવીકરણ થઇ શકે છે અને આવું થતાં અલ્પસંખ્યકોના વોટ જેડીયૂથી દૂર થઇ શકે છે. આ પહેલાં જેડીયૂએ નરેન્દ્ર મોદીની સૌથી નબળી નસ પર હાથ રાખતાં કહ્યું હતું કે 2002ના ગુજરાતના રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીએ જવાબદારી નિભાવી છે.

હાલના દિવસોમાં નરેન્દ્ર મોદી દિલ્હીના રાજકારણ તરફ આવ્યાં છે. સતત ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા બાદ પાર્ટીમાં તે પીએમ પદના સ્વાભાવિક ઉમેદવાર તરીકે જોવામાં આવે છે. પાર્ટીના સંસદીય બોર્ડમાં જગ્યા મેળવાર એકમાત્ર ઉમેદવાર છે. ગુજરાતના વિકાસના મોડલનું ગુણગાન દેશભરમાં કરી રહ્યાં છે. પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ પણ સતત નરેન્દ્ર મોદીને લોકપ્રિય નેતા બતાવી રહ્યાં છે. આ માહોલ નિશ્વિત તરીકે જેડીયૂને ખૂંચી રહ્યો છે. ભલે તે 16 વર્ષથી ભાજપ સાથે હોય, પરંતુ પોતાની ધર્મનિરપેક્ષ છબિ અને વોટબેંક પર કોઇ આંચ આવવા દેવા માંગતો નથી.

English summary
Janata Dal (United)'s two-day national executive meet here, reports say the party will pass a political resolution stating a person with a secular image should be the NDA's prime ministerial candidate in the 2014 Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X