For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

81 ટકા લોકોએ કહ્યું આસારામને 'બાપુ' કહેશો નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જોધપુર, 18 સપ્ટેમ્બર: રાજસ્થાનના જોધપુર હાઇકોર્ટમાં મંગળવારે આસારામ બાપુની તે જામીન અરજી પર સુનાવણી થશે, જે તેમના વકીલ રામ જેઠમલાણીએ દાખલ કરી છે. સુનાવણીમાં ચૂકાદો કંઇપણ આવે, પરંતુ સામાન્ય લોકોની નજરોમાં આસારામ બાપુ ઉતરી ચૂક્યાં છે. લોકો તેમને બાપુ કહીને બોલાવવાની મનાઇ કરી દિધી છે.

આ અમે નહી પરંતુ સર્વે કહી રહ્યો છે, જે અમે કરાવ્યો હતો. સર્વેમાં પુછવામાં આવ્યું કે શું આસારામને બાપુ કહીને બોલાવવા જોઇએ? આ પ્રશ્નના જવાબમાં 86 ટકા લોકોએ કહ્યું હતું કે ક્યારેય નહી. તો બીજી તરફ 13 ટકા લોકોએ હા કહ્યું હતું અને 6 ટકા લોકોએ કોઇપણ પ્રકારનો જવાબ આપવાની મનાઇ કરી દિધી હતી. અમે આ પ્રશ્ન ફેસબુક પર લોકોને પૂછ્યો તો લોકોએ જવાબ આપ્યો કે બાપુ ફક્ત એક જ છે, તે છે મહાત્મા ગાંધી. ભલે આસારામ પર લાગેલા બળાત્કાર અને યૌન શોષણના આરોપો ખોટા સાબિત થાય તેમછતાં તેમને બાપુ ન કહેવા જોઇએ. આપણા બાપુ ફક્ત આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે.

asaram-bapu-605.jpg

બીજી તરફ આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઇએ સોમવારે સાંજે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તે છોકરી માનસિક રીતે બિમાર છે અને તેના પિતા એક સંત પર ખોટા આરોપ લગાવી રહ્યાં છે. આસારામ બાપુને ફસાવવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ વકીલ રામ જેઠમલાણીએ કહ્યું હતું કે તે છોકરીમાં પુરૂષોને આકર્ષિત કરવાની બિમારી છે. આ વાતનો હવાલો આપતાં સોમવારે જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આમ તો રામ જેઠમલાણીના આ નિવેદન પર વિવાદ ઉભો થતાં આસારામની જામીન અરજી મંજૂર થવા પર શંકા ઉભી થઇ રહી છે.

English summary
Jodhpur High Court will hear the bail plea of self-styled godman Asaram Bapu. On other hand people have said that don't call him Bapu from now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X