Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kalkaji temple: કાલકાજી મંદિરમાં અકસ્માત, 1 મહિલાનું મોત, 17 ઘાયલ

Kalkaji temple: દિલ્હીના કાલકાજી મંદિર પરિસરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તુટી ગયો હતો. આ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. આ અકસ્માતમાં 17 લોકો ઘાયલ થયા છે.

અકસ્માતની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માત બાદ મંદિરમાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

Kalkaji temple

શનિવારે (27 જાન્યુઆરી) મધ્યરાત્રિએ ધાર્મિક વિધિ દરમિયાન દિલ્હીના કાલકાજી મંદિરની અંદરનો સ્ટેજ તૂટી પડતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, મહિલાને ઓટોમાં બે લોકો દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ પહોંચતા જ તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી. હાલ મહિલાની ઓળખ થઈ શકી નથી.

ઘાયલ લોકોને AIIMS ટ્રોમા સેન્ટર, સફદરજંગ હોસ્પિટલ અને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી કેટલાકને ફ્રેક્ચર થયું હતું. જોકે, તેમની હાલત હવે સ્થિર છે.

દક્ષિણપૂર્વ દિલ્હીના ડીસીપી રાજેશ દેવ કહે છે કે, આયોજકોએ કાલકાજી મંદિરમાં 26 વર્ષથી થઈ રહેલા આ કાર્યક્રમનો વિસ્તાર કર્યો છે.

શનિવારે મધ્યરાત્રિએ લગભગ 1,500 થી 1,600 લોકો એકઠા થયા હતા અને કાર્યક્રમનું આયોજન કરવા માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. જોકે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મંદિર પરિસરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X