For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે વીઆર ચૌધરી, જે બનશે નવા એર ચીફ માર્શલ

વીઆર ચૌધરી પાસે વિવિધ પ્રકારના લડાકુ અને તાલીમાર્થી વિમાનો ઉડાવવાનો 3800 કલાકનો અનુભવ છે. એર માર્શલ વિવેક રામ ચૌધરીની નિમણૂક વિશે માહિતી આપતા સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા એ ભારત ભૂષણ બાબુએ જણાવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : એર માર્શલ વીઆર ચૌધરી એર સ્ટાફના આગામી ચીફ બનશે. સરકારે તેમને આ જવાબદારી આપવાનો નિર્ણય કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી હતી. વીઆર ચૌધરી હાલમાં વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કાર્યભાળ સંભાળી રહ્યા છે.

VR Chaudhary

મિગ 29 ફાઇટર જેટમાં પાયલોટ સ્પેશિયાલિસ્ટ છે વીઆર ચૌધરી

ઉલ્લેખનીય છે કે, હાલના વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ RKS ભદૌરિયા 30 સપ્ટેમ્બર, 2021ના​રોજ સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિ બાદ વીઆર ચૌધરી 1 ઓક્ટોબરથી પદ સંભાળશે. ચૌધરી વાર્મનમાં વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ છે અને મિગ 29 ફાઇટર જેટમાં પાયલોટ સ્પેશિયાલિસ્ટ છે.

લગભગ 39 વર્ષ સુધી સેવા આપી

1 ઓગસ્ટ, 2020થી તેમને વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ હતા. તેમણે 29 ડિસેમ્બર, 1982ના રોજ ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં ફાઇટર પાઇલટ તરીકે શામેલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે લગભગ 39 વર્ષ સુધી સેવા આપી હતી.

વીઆર ચૌધરી પાસે વિમાનો ઉડાવવાનો 3800 કલાકનો અનુભવ છે

વીઆર ચૌધરી પાસે વિવિધ પ્રકારના લડાકુ અને તાલીમાર્થી વિમાનો ઉડાવવાનો 3800 કલાકનો અનુભવ છે. એર માર્શલ વિવેક રામ ચૌધરીની નિમણૂક વિશે માહિતી આપતા સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા એ ભારત ભૂષણ બાબુએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા એર માર્શલ વીઆર ચૌધરી, PVSM, AVSM, VM, હાલમાં વાઇસ ચીફ ઓફ એર સ્ટાફને આગામી ચીફ તરીકે નિયુક્ત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલના ચીફ ઓફ ધ એર સ્ટાફ, એર ચીફ માર્શલ RKS ભદૌરિયા, PVSM, AVSM, VM, ADC 30 સપ્ટેમ્બર 2021ના​રોજ સેવા નિવૃત્ત થશે.

English summary
Air Marshal VR Chaudhary will be the next Chief of Air Staff. The government has decided to give them this responsibility. This information was given by the Ministry of Defense.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X