અડવાણીની કુંડળીમાં PM નો યોગ નથી: લાલૂ પ્રસાદ

પરિવર્તન યાત્રા દરમિયાન બિહારના અરરિયા જિલ્લામાં એક જનસભાને સંબંધતા લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણીની કુંડળીમાં વડાપ્રધાન બનવાનો યોગ લખ્યો નથી.
નિતિશ કુમારની સરકાર પર પ્રહાર કરતાં લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે નિતિશ કુમાર ભાજપ સાથે કરાર કરી સાંપ્રદાયિક તાકાતને વધારો આપી રહ્યાં છે. આ પરિણામ એ છે કે ફારબિસગંજમાં ગોળીકાંડમાં ચાર અલ્પસંખ્યકોના મોત નિપજ્યાં છે. રાજ્યમાં ભાજપ તો એકમાત્ર મોહરું છે, અસલી શાસન તો આરએસએસનું છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જલદી જ બિહારનો પ્રવાસ કરવાના છે, પ્રજાને મોદીથી સાવધાન રહેવાની દરકાર છે. તેમને કહ્યું હતું કે પ્રજા નિતિશ કુમારની વાતોમાં આવીને તેમને સત્તા સોંપી દિધી. વર્તમાન સરકાર પોતાનો અસલી ચહેરો બતાવી રહી છે. રાજદ સાંપ્રદાયિક તાકતોને બિહારમાં આશરો આપીશું નહી. રાજ્યમાં ચારે તરફ ભષ્ટ્રાચાર પ્રસરેલો છે અને કાનૂન વ્યવસ્થાની સ્થિતી ખૂબ ખરાબ છે.












Click it and Unblock the Notifications
