હનીમૂન પર આવેલા વિદેશી યુગલ સાથે સગીર ભિખારીએ કર્યું આ

Written By:
Subscribe to Oneindia News

દેશની રાજધાની દિલ્હીમાં એક સીગર વયના ભિખીરીએ વિદેશી યુગલ સાથે એટલી શરમજનક હરકત કરી છે કે દેશની આબરૂને આંચકો લાગ્યો છે. ભીખ માંગી રહેલા છોકરાએ પૈસા ન મળતાં યુગલનો આઇફોન છીનવી ભાગી ગયો. જો કે, એક કલાકની અંદર જ પોલિસે આ ભિખારીને પકડી પાડ્યો હતો.

beggar

પોલિસના જણાવ્યા અનુસાર, ઇસ્ટ દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિરમાં ફરવા આવેલ બ્રાઝિલના પિએટ્રો ગુસ્તાવો રૉબિન અને તેમની પત્ની જેરસી મંદરિની બહાર સેલ્ફી ક્લિક કરી રહ્યાં હતા. ત્યારે જ ત્યાં એક નાનો ભિખારી પૈસા માંગવા આવ્યો. પિએટ્રોએ તેને પૈસા આપવાની ના પાડતાં તે ત્યાં જ ચૂપચાપ ઊભો રહ્યો અને તક મળતાં જ આઇફોન છીનવીને ભાગી નીકળ્યો.

અહીં વાંચો - કાનપુર બાદ મુંબઇમાં ટ્રેન દુર્ઘટના, 5 કોચ ખડી પડ્યા

પિએટ્રોએ તરત જ પોલિસને આ અંગે સૂચના આપી. કંટ્રોલ રૂમને સૂચના મળતાં જ આ સગીર વયના ભિખારીની શોધખોળ શરૂ કરવામાં આવી અને એક જ કલાકની અંદર તેની ધરપકડ કરવામાં આવી. તે શશિ ગાર્ડન પાસેના એરિયામાં મળ્યો. પિએટ્રો પોતે એક પત્રકાર છે અને તેમની પત્ની વકીલ છે. લગ્ન બાદ તેઓ ભારત ફરવા આવ્યા હતા.

English summary
Minor poses as beggar snatches iPhone from Brazilian couple in Delhi.
Please Wait while comments are loading...