For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જીવનું જોખમ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 એપ્રિલ: સામાજિક કાર્યકર્તા, વરિષ્ઠ પત્રકાર અને 'માનુષિ' પત્રિકાના સંપાદક મધુ કિશ્વરે એક ટ્વિટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાની આશંકા વ્યક્ત કરી રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચાવી દિધો છે. તેમની ટ્વિટ બાદ કોંગ્રેસે તેમને આ જાણકારીના સ્ત્રોત સાર્વજનિક કરવાનું કહ્યું હતું તો નરેન્દ્ર મોદીના સમર્થકોએ આ આશંકાને ગંભીરતાથી લેવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

મધુ કિશ્વરે ગુરૂવાર ટ્વિટર પર કહ્યું છે કે કેન્દ્રિય સરકારના કેટલાક ઓફિસરોથી મળી હતી. આ લોકોએ નરેન્દ્ર મોદીની આશંકા વ્યક્ત કરી હતી. અત્યાર સુધી રાજ્ય સરકાર અને તેની એજન્સીઓ જ આવી આશંકા વ્યક્ત કરી રહી છે, પરંતુ પ્રથમ વાર બિન ગુજરાતી કેન્દ્રિય સરકારના ઓફિસરોના મોંઢેથી આ વાત સાંભળીને વિચારતા કરી મૂક્યાં છે. તેમને ખતરો તો છે.

narendra-modi

મધુ કિશ્વરના જણાવ્યા અનુસાર તે ઓફિસરોએ તેમને જણાવ્યું હતું જો તીસ્તા સીતલવાડ (ગુજરાતના રમખાણો સાથે જોડાયેલ પીડિતો તરફથી કોર્ટની લડાઇ લડી રહેલસામાજિક કાર્યકર્તા) અને કોંગ્રેસ તેમના વિરૂદ્ધ બનાવટી એફઆરઆઇ દાખલ કરવામાં નિષ્ફળ રહી છે ત્યારે આ વાતની અણસાર છે કે નરેન્દ્ર મોદીની હત્યા થશે.

મધુ કિશ્વરે જણાવ્યું હતું કે તેમને જે સૂત્રોનો હવાલો આપ્યો હતો તે ઘણા વિશ્વનીય છે અને આવી સ્થિતીમાં તેમની પાસે આધિકારીક જાણકારી પહોંચે છે. માટે આ જાણકારીને સાર્વજનિક રીતે શેર કરવી તેમને જરૂરી લાગી.

પરંતુ તેમની ટ્વિટ બાદ જવાબી ટ્વિટનો સિલસિલો શરૂ થઇ ગયો. મોટી સંખ્યામાં ઘણા લોકો નરેન્દ્ર મોદી અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે, પરંતુ કેટલાક લોકો મધુ કિશ્વરની આ સૂચાની પ્રામાણિકતાને લઇને શંકા વ્યક્ત કરી રહ્યાં છે. કોંગ્રેસે કહ્યું છે કે જો મધુ કિશ્વર પોતાની સુચનાને લઇને ગંભીર છે તો તે ઓફિસરોના નામ જણાવે જેમણે તેમને માહિતી આપી.

English summary
cademic Madhu Kishwar on Wednesday tweeted about a threat to Gujarat Chief Minister Narendra Modi's life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X