લોકસભાની ચૂંટણી માટે ભાજપ કરશે મંથન, કાર્યકરિણીની બેઠક આજે

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 17 જાન્યુઆરી: શુક્રવારે કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક કરવા જઇ રહી છે, તો બીજી તરફ ભાજપ પણ પોતાની ચૂંટણીની રણનિતી બનાવવા માટે વિચાર કરશે. 17 જાન્યુઆરીથી ભાજપ ત્રણ દિવસીય અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે. પહેલા દિવસે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાશે, તો બીજા બે દિવસ દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપને આગામી લોકસભાની ચૂંટણીમાં જીતાડવા માટે મંથન થશે. આ સંમેલનમાં પાર્ટીના 10 હજાર કાર્યકર્તા જોડાશે, જે પાર્ટીની રણનિતી પર પોતાનો વિચાર રજૂ કરશે.

પાર્ટી 'વન વોટ, વન નોટ' અને 'મિશન 272 પ્લસ' અભિયાનોના માધ્યમથી મતદારો સુધી પહોંચવા માટે પોતાના કાર્યક્રમોને શુક્રવારની બેઠકમાં અંતિમ રૂપ આપશે. આ ઉપરાંત પાર્ટીના 'મોદી ફોર પીએમ' કાર્યક્રમ પણ થશે જે ઓનલાઇન અને ઓફલાઇન હશે. પાર્ટી ઘરે ઘરે જઇને લોકોને મળવા તથા ગામડાઓ સુધી પહોંચવા માટે અભિયાનને અંતિમ રૂપ આપશે. આ ઉપરાંત સામાન્ય ચૂંટણી પહેલાં રાજ્યવાર રણનીતિઓ પણ તૈયાર કરવામાં આવશે. પાર્ટી કાર્યકારિણીની શુક્રવારે થનારી બેઠકમાં રાજકીય અને આર્થિક સંકલ્પો પર વિચાર કરવામાં આવશે જેમને પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની શનિવાર અને રવિવારે યોજાનારી બેઠકમાં રાખવામાં આવશે.

bjp-parliamentary-board

આ પહેલાં આગામી લોકસભા ચૂંટણીમાં 'મોદી ફોર પીએમ'ની તૈયારીઓને લઇને ભાજપના ટોચના નેતાઓએ ગુરૂવારે બેઠક કરી જેમાં પાર્ટીના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદે પણ સામેલ થયા હતા. પાર્ટીની આ બેઠક શુક્રવારે શરૂ થઇ રહેલી રાષ્ટ્રીય કાર્યકારિણેની પરિષદ બેઠકોની પૂર્વ સંધ્યા પર થઇ.

ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી અને પરિષદ બેઠકોમાં સામાજિક, રાજકિય, આર્થિક, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. શુક્રવારે પાર્ટી પરિષદની બેઠકની શરૂઆત ભાજપ અધ્યક્ષ રાજનાથે સિંહના ભાષણથી થશે. ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું ભાષણ હશે.

લોકસભામાં વિપક્ષની નેતા સુષ્મા સ્વરાજ, રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલી ઉપરાંત પૂર્વ અધ્યક્ષ મુરલી મનોહર જોશી, એમ વેંકૈયા નાયડૂ અને નિતિન ગડકરી પણ પોતાના વિચારો રજૂ કરશે. બેઠકમાં પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ ભાગ લેશે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર બધા પદાધિકારીઓ ઉપરાંત સાંસદ, ધારાસભ્ય, વિધાનસભાના સભ્યો, જિલ્લા અધ્યક્ષ વગેરે આ બેઠકમાં ભાગ લેશે.

English summary
To prepare the Bharatiya Janata Party's strategy for coming Lok Sabha polls, top party leaders from across the country will assemble here for a three-day brainstorming session from Friday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.