લોકસભા ચુંટણી: નરેન્દ્ર મોદી ચુંટણી પ્રચારની કમાન સંભાળશે

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: નરેન્દ્ર મોદીને મોટી જવાબદારી સોંપવાની માંગણી હવે ભાજપમાં જોર પકડી રહી છે. નરેન્દ્ર મોદીના આગામી પગલાંઓ પર સૌની નજર મંડાયેલી છે. સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે કે આરએસએસ પણ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીની સાથે સાથે દેશભરમાં ભાજપના પ્રચારની જવાબદારી સંભાળે.

પાર્ટીમાં પણ નરેન્દ્ર મોદીને આગળ કરવાની માંગણીએ જોર પકડ્યું છે. ભાજપના ઉપાધ્યક્ષ કલરાજ મિશ્રાએ પણ કહ્યું છે કે હિમાચલ પ્રદેશના ગામડાઓમાં પણ લોકો પૂછે છે, કેરલના ગામડાંઓમાં પણ લોકો પૂછે છે કે નરેન્દ્ર મોદીને ક્યારે લાવશો. મેં પાર્ટીને કહ્યું હતું કે આ અંગે હવે મોંડુ કરવામાં ન આવે.

નિતિન ગડકરી ફરીથી અધ્યક્ષ બન્યા બાદ નરેન્દ્ર મોદીની જવાબદારીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. એવી સંભાવનાઓ દર્શાવવામાં આવે છે કે 2014 લોકસભાની ચુંટણીના પ્રચાર માટે નરેન્દ્ર મોદીને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવે. તેનાથી સ્પષ્ટ થાય છે કે હવે નરેન્દ્ર મોદી જ લોકસભાની ચુંટણીની કમાન સોંપવામાં આવશે.

જો કે આ અંગે નરેન્દ્ર મોદીએ કશું કહ્યું નથી પણ અંદરખાને આ સૂચનાઓ મળી છે.રિપોર્ટના અનુસાર સંપૂર્ણ શક્યતાઓ છે કે નરેન્દ્ર મોદીને 2014ની લોકસભાની ચુંટણીમાં ભાજપની ચુંટણી અભિયાન કમીટીના પ્રભારી બનાવવામાં આવી શકે છે.

narendra-modi

જો નરેન્દ્ર મોદી ભાજપના ચુંટણી અભિયાનનું નેતૃત્વ કરશે તો સ્પષ્ટ છે કે પાર્ટીનો મુખ્ય ચહેરો બની જશે. જેથી તેમના વડાપ્રધાન પદના ઉમેદવારે વધુ જોર મળશે અને શક્ય છે કે તેમની વડાપ્રધાન પદની મહાત્વાકાંક્ષા પણ પુરી થઇ જાય.

જો નરેન્દ્ર મોદીને પાર્ટીના અભિયાનનો ભાર સોંપવામાં આવે તો તે સત્તાધારી કોંગેસ પક્ષ માટે ભાજપનો જવાબ પણ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે મોટાભાગની જવાબદારી મહાસચિવ રાહુલ ગાંધીને સોંપેલી છે. કોંગ્રેસે રાહુલ ગાંધીને 2014ની ચુંટણીના કો-ઓર્ડિનેશન કમીટીના પ્રભાવી પણ બનાવ્યા છે.

ભાજપના સૂત્રોનો દાવો છે કે નરેન્દ્ર મોદીને લોકસભાની ચુંટણી દરમિયાન પાર્ટી અભિયાનના પ્રભારી બનાવવાના નિર્ણયને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) દ્રારા પણ સમર્થન મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા આ અંગે ફેબ્રુઆરીમાં જાહેરાત કરવામાં આવી શકે છે. સૂત્રોએ એ પણ દાવો છે કે કદાવર નેતા નરેન્દ્ર મોદી પાર્ટીમાં આ મહત્વપૂર્ણ જવાબદારીની સાથે-સાથે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ કામ કરશે. એવું માનવામાં આવે છે કે આરએસએસ આ અંગે અંદાજો લગાવી રહ્યું છે અને સાથે સાથે રાજકીય મોરચા પર સંતુલન બનાવવા પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં દમદાર રીતે ભાજપ સતત ત્રીજી વાર સરકાર બનાવી છે. હવે પાર્ટીમાં ચર્ચા થઇ રહી છે કે આમાગી ચુંટણીને ધ્યાનમાં રાખતાં નેતૃત્વના મુદ્દાને જલદી જ ઉકેલવામાં આવે. આવી માંગણીઓના ધ્યાનમાં રાખતાં નરેન્દ્ર મોદીને જ ભાજપમાં વડાપ્રધાન પદના સૌથી પ્રબળ અને દમદાર ઉમેદવાર માનવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X