For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ આપી PM પદ છોડવાની ધમકી!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ડિસેમ્બર: ગત થોડા દિવસોથી ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓના વિવાદિત નિવેદનોના લીધે વિપક્ષ સરકાર જોરદાર પ્રહાર કરી રહી છે. એટલું જ નહી ઘણા દિવસો રાજ્યસભાની કાર્યવાહી પણ બાધિત થાય છે. આ બધા વિવાદોના લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ પદ છોડવાની ધમકી આપી છે.

narendra modi

જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિહિપ, બજરંગ દળ જેવી સંસ્થાઓના વિવાદિત નિવેદનો અને કાર્યકલાપોના લીધે સરકારના કામોમાં થઇ રહેલા વિધ્નથી કંટાળી ગયા છે, અને તેમણે આરએસએસના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં પીએમ પદ છોડવાની ધમકી આપી છે. સૂત્રોનું માનીએ તો પીએમે સંઘના નેતાઓને સ્પષ્ટ કહ્યું કે જો આ સંગઠન તેમને સ્વતંત્રાપૂર્વક કામ નહી કરવા દે તો પીએમ પદ છોડવામાં લગીર પણ મોડું કરશે નહી.

કહેવામાં આવે છે કે હિન્દુ સંગઠનોના વિવાદિત પ્રવૃતિઓના લીધે પીએમે આરએસએસના ટોચના નેતાઓની સાથે બેઠક કરી. બેઠકમાં પીએમના સંઘના નેતાઓને કહ્યું કે જનતાએ તેમને પૂર્ણ બહુમતી સુશાસન, વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે આપી છે. આ પહેલાં અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર લાવવી તેમની સરકારની પ્રાથમિકતા છે. રામ મંદિર અને બીજા મુદ્દાઓ ત્યારબાદ જોશે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમની આ વાત બાદ સંઘ નેતૃત્વએ વિહિપ અને બજરંગ દળને સખત નિર્દેશ આપી દિધા છે.

English summary
Narendra modi threatens to quit the prime minister post.PM tells to rss leader if he is not given free hand to work for development he will quit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X