નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીએ દિલ્હી જશે, વિદ્યાર્થીઓ સાથે કરશે મુલાકાત

narendra-modi-gujarat
નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાં સૌથી આગળ દોડી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે રાજધાની દિલ્હીના વિદ્યાર્થીઓને આકર્ષિત કરતા જોવા મળશે. નરેન્દ્ર મોદી છ ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે.

માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી 2014ની ચુંટણી પહેલાં મોટી ભૂમિકા ભજવશે અને પોતાના આ અભિયાનને મજબૂતી પુરી પાડવા માટે તે અત્યારથી જ પોતાના પક્ષમાં વાતાવરણ ઉભુ કરવામાં લાગી ગયા છે.

એક સમાચાર પત્રના અહેવાલ મુજબ નરેન્દ્ર મોદી આ અઠવાડિયે દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. આ અવસર પર નરેન્દ્ર મોદી પોતાની વાત વહેતી મુકશે આ સાથે વહિવટી મુદ્દે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપશે. યુવાનો વચ્ચે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધારવા માટે ભાજપના કાર્યકર્તાઓ દ્રારા આ આયોજન કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ અલ્હાબાદમાં ચાલી રહેલા કુંભ મેળામાં પાંચ-છ ફેબ્રુઆરીના રોજ એક સંમેલનમાં વિશ્વ હિન્દૂ પરિષદ અને સંઘ પરિવાર નેતા વડાપ્રધાન પદના ઉમેદવાર માટે નરેન્દ્ર મોદીના નામ પર ચર્ચા કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ 6 ફેબ્રુઆરીના રોજ મહાકુંભમાં ભાગ લેવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X