ભાજપે કર્યું નિર્ણાયક પરિવર્તનનું આહવાન

rajnath-singh-bjp
નવી દિલ્હી, 3 માર્ચ: ભારતીય જનતા પાર્ટીને (ભાજપા)એ રવિવારે યુપીએ સરકાર પર દેશને અસુરક્ષા તથા દુખમાં ધકેલવાનો આરોપ લગાવતાં જનતા પાસે આગામી વર્ષે સંભવિત લોકસભાની ચુંટણીમાં નિર્ણાયક ફેરબદલ કરવાનું આહવાન કર્યું હતું.

ભાજપાની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં રવિવારે સ્વીકૃત રાજનિતિક પ્રસ્તાવમાં ભાજપે યુપીએ સરકાર પર 'ભષ્ટ્રાચાર'માં ડૂબેલી હોવાનો અને દેશને અસુરક્ષિત તથા દુખી માહોલ આપવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ યુપીએના વિસ્તારની આવશ્યકતાને બદલી હતી.

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે યુપીએ 'અસુરક્ષિત ભારત' અને 'પીડીત ભારત'ની વિરાસત છોડી રહી છે. દેશને ભાજપના નેતૃત્વમાં એનડીએ દ્રારા આ સ્થિતિમાંથી ઉગારવાની જરૂરિયાત છે. આ દેશને જગાડવાનો સમય છે. સમય આવી ગયો છે કે એનડીએને મજબૂત બનાવવામાં આવે અને નિર્ણાયક પરિવર્તન લાવવામાં આવે, ગમે ત્યારે ચુંટણી થાય.

તેમાં કહેવામાં આવ્યું છે કે લોકો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયના નેતૃત્વવાળી એનડીએ સરકારને યાદ કરે છે જેને દેશમાં આશા, ઉત્સાહ, વિકાસ, ભાગીદારી, મોંઘવારી પર નિયંત્રણ અને સારા અનુભવનો માહોલ આપ્યો હતો.

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે એનડીએ શાસિત મોટાભાગના રાજ્યોમાં રિકોર્ડ 10 ટકાથી વધુ વિકાસ દર પ્રાપ્ત કર્યો છે. યુવાનોને સંબોધિત કરતાં તેમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપા દેશના બધા વિસ્તારોમાં સંપૂર્ણ વિકાસ સાથે ભદ્ર દેશોની શ્રેણીમાં યોગ્ય સ્થાન અપાવશે.

તેમાં કહેવામાં આવ્યું હતું કે 'વિકલ્પ સ્પષ્ટ છે- દેશને કોંગ્રેસ નેતૃત્વવાળી યુપીએ સરકારના કુશાસનમાંથી મુક્તિ અપાવવા માટે ભાજપના નેતૃત્વવાળી એનડીએ જ એકમાત્ર વિકલ્પ છે. રાષ્ટ્રીય પરિષદ બધા પાર્ટી કાર્યકર્યાઓને અપીલ કરે છે કે તે આ ઉદેશ્ય માટે પોતાને સમર્પિત કરી દે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X