For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ઇટલી મરિન્સ મુદ્દે બંને દેશો વચ્ચે કોઇ સમાધાન નહી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

marines
નવી દિલ્હી, 25 એપ્રિલ: સરકારે ગુરૂવારે કહ્યું હતું કે ભારતીય માછીમારોની હત્યાના આરોપીઓ બે ઇટાલીયન સૈનિકો સંબંધીત બંને દેશો વચ્ચે કોઇ સમાધાન પર સહી કરી નથી અને તે આ કેસ કોર્ટ સમક્ષ વિચારધીન છે.

વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે માયા સિંહના પ્રશ્નોને લેખિત જવાબમાં રાજ્યસભાને આ જાણકારી આપી છે. તેમને કહ્યું હતું કે આ સંબંધમાં ઇટાલીયન સરકાર સાથે કોઇપણ સમાધાન પર સહી કરવામાં આવી નથી. બંને ઇટાલીયન સૈનિકોના સંબંધિત કેસ કોર્ટમાં વિચારધીન છે. વિદેશ રાજ્ય મંત્રી ઇ અહેમદે આ સંબંધમાં અનિલ દેસાઇના એક અન્ય પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે બંને ઇટાલીયન સૈનિકોને સુપ્રિમ કોર્ટ દ્રારા આપવામાં સમય મર્યાદામાં ભારત પાછા ફર્યા છે.

ઇ અહેમદે કહ્યું હતું કે ઇટાલીયન સૈનિકોના મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરતાં વિદેશ મંત્રી 22 માર્ચના રોજ સંસદમાં પોતાના તરફથી એક નિવેદન આપી ચૂક્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેરલના તટ વિસ્તાર પર બે માછીમારોની હત્યાના આરોપી બંને ઇટાલીયન સૈનિકો ઇટલીમાં યોજાનારી ચૂંટણીમાં ભાગ લેવા માટે પોતાના દેશ ગયા હતા.

English summary
No agreement between both countries on Italian Marines Case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X