ગાંધીને પૂજનાર દિલ્હીના વૃદ્ધાશ્રમના વૃદ્ધોને કર્યા બેઘર
નવી દિલ્હી, 2 ઓક્ટોબર: આજે ગાંધી જયંતિ છે, આખો દેશ મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યો છે અને તેમના ઉપદેશોનું પાલન કરવાની વાત કરી રહ્યો છે. પરંતુ બાપૂ જો આજે હોત તો રાજધાની દિલ્હીમાં કેટલાક વૃદ્ધોની સાથે જે કંઇપણ થયું છે તેને જોઇને હેરાન અને પરેશાન થઇ જાત. દિલ્હીના પોશ વિસ્તાર વસંત કુંજમાં લીજ સમાપ્ત થતાં એક ઓલ્ડ એજ હોમ (વૃદ્ધાશ્રમ) બંધ કરી દેવામાં આવ્યો અને વૃદ્ધોને મંગળવારની આખી રાત રસ્તાના કિનારે વિતાવી પડી હતી.
નિરાધાર વૃદ્ધોની આંખોમાં સવારથી રાત સુધી એક જ આશા હતી કે કદાચ તેમને પોતાનો વૃદ્ધાશ્રમ મળશે પરંતુ આવું થયું નહી. પહેલાં પોતાનાઓએ નકાર્યા, પછી જમાનાએ આશરો અને હવે દેશની રાજધાનીમાં કોઇ સરકાર, કોઇ તંત્રને તેમના દર્દ પર દયા આવી રહી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે વસંતકુંજમાં ખાનગી જમીન પર ચાલતાં વૃદ્ધાશ્રમમાં દરેક પ્રકારના લોકો રહેતા હતા. વૃદ્ધો, વિકલાંગ અને ઘરથી કાઢી મુકવામાં આવેલા લોકો છે.

પરંતુ જમીનની લીજ વધારવા ન આવતાં વૃદ્ધોનું આ વૃદ્ધાશ્રમ બંધ થઇ ગયું. જો કે એક એનજીઓ આ વૃદ્ધોની મદદ કરવા માંગે છે અને સરકારની મદદ માંગી રહી છે. વૃદ્ધોની આંખોમાં આશા છે કે કોઇને તેમના પર દયા આવશે અને તેમને રહેવા માટે છતની વ્યવસ્થા કરવામાં આવશે. આખા કેસમાં દિલ્હી સરકારનું ફક્ત એટલું કહેવું છે કે તેમની છતની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
