For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય અધિકારીઓને સરબજીતને મળવા ન દીધા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 એપ્રિલ: પાકિસ્તાનની એક જેલમાં કેદીઓ દ્રારા હુમલાનો શિકાર બનેલા સરબજીત સિંહ જ્યાં લાહોરના જિન્ના હોસ્પિટલમાં ડીપ કોમામાં છે અને મોત સામે ઝઝુમી રહ્યો છે, બીજી પાકિસ્તાને ભારતીય અધિકારીઓને સરબજીત સિંહ સાથે મળવાથી રોક્યા હતા. સરબજીત સિંહના હાલચાલ જાણવા માટે ભારતીય હાઇ કમીશનના બે અધિકારીઓને હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ પાકિસ્તાની અધિકારીઓએ તેમને સરબજીતને મળવા દિધા ન હતા.

જિન્ના હોસ્પિટલના મેજનરનું કહેવું છે કે તેમને ભારતીય અધિકારીઓના આવવા અંગેની જાણકારી આપવામાં આવી ન હતી માટે તેમને સરબજીત સિંહને મળવા દિધા ન હતા.

પાકિસ્તાને જ ભારતીય હાઇકમીશનના અધિકારીઓને સરબરજીતને મળવાની પરવાનગી આપી હતી. પાકિસ્તાનની સરકારે મીડિયાને પણ હોસ્પિટલથી દૂર રહેવાનું કહ્યું છે.

sarabjit-family

ગંભીર રીતે ઘાયલ સરબજીત સિંહની હાલત હજુ પણ નાજુક છે. લાહોરની જિન્ના હોસ્પિટલમાં ભરતી સરબજીત ડીપ કોમામાં છે. તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યાં છે. વધારે પડતું લોહી વહી જવાથી અને માથામાં ગંભીર ઇજા પહોંચવાના કારણે ડોક્ટરો ઓપરેશન કરવામાં સક્ષમ નથી. જિન્ના હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર સરબજીતની બચવાની આશા ખૂબ જ ઓછી છે. તેમની હાલત ગ્લાસગોવ કોમા સ્કેલ પર માપવામાં આવી છે. આ સ્કેલથી કોઇ વ્યક્તિને પહોંચેલી ઇજાના સ્તરની ખબર પડે છે.

English summary
Two officials of the Indian High Commission were allowed to visit Sarabjit, who is in an intensive care unit in Lahore’s Jinnah Hospital, only for a few minutes early on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X