For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Parliament round up day 1 : જાણો સંસદમાં પસાર થયેલા બીલ અને કેટલીક નોંધનીય બાબતો વિશે...

સંસદના શિયાળુ સત્રનો પહેલા દિવસ અનેક રદ્દબાદતલ સાથે શરૂ થયો હતો. વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાએ ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરતું બીલ પસાર કર્યું હતું.

|
Google Oneindia Gujarati News

Parliament round up day 1 : સંસદના શિયાળુ સત્રનો પહેલા દિવસ અનેક રદ્દબાદતલ સાથે શરૂ થયો હતો. વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાએ ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરતું બીલ પસાર કર્યું હતું. કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત વિપક્ષના કેટલાક સાંસદોએ ચર્ચા વગર જ બીલ પસાર કરવાની ટીકા કરી હતી. જે બાદમાં આ બીલ રાજ્યસભામાં પણ પસાર કરવામાં આવ્યું હતું.

Parliament

વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનું માનવું હતું કે, સરકારે તાજેતરની પેટા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કર્યા બાદ પાંચ રાજ્યોમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ત્રણ કૃષિ કાયદા પરત ખેંચી લીધા છે. તેમણે આ કાયદાઓ વિરુદ્ધ આંદોલન દરમિયાન એક વર્ષમાં 700 થી વધુ ખેડૂતોના મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સંસદે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવા માટે બીલ પસાર કર્યું

સંસદે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ્દ કરવા માટે ફાર્મ લોઝ રિપીલ બીલ પસાર કર્યું હતું, જેની સામે ખેડૂતો એક વર્ષથી વિરોધ કરી રહ્યા છે. અગાઉના દિવસે લોકસભાએ નીચલા ગૃહમાં તેની રજૂઆતની મિનિટોમાં ફાર્મ લોઝ રિપીલ બીલ, 2021 પણ પસાર કર્યું હતું. બપોરના સમયે રાજ્યસભાની બેઠક મળતાની સાથે જ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ધ ફાર્મ લોઝ રિપીલ બિલ, 2021 રજૂ કર્યું હતું. કોંગ્રેસ અને TMC સભ્યોના વિરોધ વચ્ચે ગૃહે અવાજ મતથી બીલ પસાર કર્યું હતું.

રાહુલ ગાંધીએ ફાર્મ લો રિપીલ બીલ પર ચર્ચા નહીં કરવાની નિંદા કરી, કહ્યું 'સરકાર ચર્ચાથી ડરે છે'

સંસદની બહાર મીડિયાકર્મીઓ સાથે વાત કરતા સમયે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "અગાઉ અમે કહ્યું હતું કે, સરકારે કૃષિ કાયદા પરત ખેંચવા પડશે, અને આજે આ કાયદાઓ રદ્દ કરવામાં આવ્યા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, કૃષિ કાયદાઓ ચર્ચા કર્યા વગર જ રદ્દ કરવામાં આવ્યા હતા. આ સરકાર ચર્ચા કરવાથી ડરે છે".

થરૂરની છ મહિલા સાંસદો સાથેની સેલ્ફી 'કામ કરવા માટે આકર્ષક સ્થળ' ટ્વીટથી વિવાદ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કેપ્શન સાથે ટ્વિટર પર છ મહિલા સાંસદો સાથેની સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું કે, "કોણ કહે છે કે, લોકસભા એ કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી?" ઘણા નેટીઝન્સે તેમના પર જાતિયવાદનો આરોપ મૂકતા વિવાદને વેગ આપ્યો છે.

થરૂરે પાછળથી "કેટલાક લોકોને" નારાજ કરવા બદલ માફી માંગી અને કહ્યું કે "હોલ સેલ્ફી થીંગ" મહિલા સાંસદોની પહેલ પર "મહાન સારી રમૂજ" માં કરવામાં આવી હતી અને તેઓએ જ મને તે જ ભાવનામાં ટ્વીટ કરવા માટે જણાવ્યું હતું.

"કોણ કહે છે કે, લોકસભા કામ કરવા માટે આકર્ષક સ્થળ નથી? આજે સવારે મારા છ સાથી સાંસદો સાથે" તેમણે કહ્યું અને સુપ્રિયા સુલે, પ્રનીત કૌર, થમિઝાચી થંગાપાંડિયન, મિમી ચક્રવર્તી, નુસરત જહાં રૂહી અને જ્યોતિમાની સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, શશિ થરુરના ટ્વીટથી વિવાદ થયો અને ઘણાએ તેમના પર "સેક્સિઝમ" અને "ઓબ્જેક્ટિફિકેશન"નો આરોપ લગાવ્યો હતો.

12 સાંસદો બેફામ વર્તન બદલ સસ્પેન્ડ

રાજ્યસભાએ શિયાળુ સત્રના બાકીના ભાગ માટે 12 સભ્યોને ગત સત્ર દરમિયાન તેમની ગેરવર્તણૂક અને બેફામ વર્તન બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જે સાંસદોને ગેરવર્તણૂક અને બેફામ વર્તન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમાં એલામારામ કરીમ (CPM), ફૂલો દેવી નેતામ (INC), છાયા વર્મા (INC), રિપુન બોરા (INC), બિનોય વિશ્વમ (CPI), રાજમણી પટેલ (INC), ડોલા સેન (TMC) ), શાંતા છેત્રી (TMC), સૈયદ નાસિર હુસૈન (INC), પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના), અનિલ દેસાઈ (શિવસેના) અને અખિલેશ પ્રસાદ સિંહ (INC)નો સમાવેશ થાય છે.

English summary
Parliament round up day 1: Know about the bill passed in Parliament and some notable things.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X