For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJP પ્રત્યે જનતાના મોહભંગથી થોડો દુખી થયો છું: અડવાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lk-advani
નવી દિલ્હી, 10 માર્ચ: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સ્વિકાર્યું છે કે લોકો તેમની પાર્ટી પ્રત્યે થોડા મોહંભગ થયા છે અને તેના કારણે તે દુખી છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીની પરોક્ષ રીતે ટિકા કરતાં તેમને કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપોથી ધેરાયેલા કર્ણાટકના તત્કાલિન મુખ્યમંત્રી વાઇ એસ યેદુયુરપ્પાના મુદ્દે ભાજપે જે વલણ અપનાવ્યું હતું તે ખોટું હતું.

રાષ્ટ્રીય જનતા દળના કાર્યકારી અધ્યક્ષે કહ્યું હતું કે 'ગત કેટલાક વર્ષોથી હું આ જોઇને વ્યથિત છું કે જનતાનો મૂડ વર્તમાન સત્તારૂઢ સરકારના વિરૂદ્ધ હોવાની સાથે જ ભાજપના પ્રત્યે પણ મોહભંગ વાળી છે.

ભ્રષ્ટાચાર પ્રત્યે ભાજપ પાસે જીરો ટાલરન્સ (ક્યારેય સહન ન કરવાની) આશા રાખનાર અડવાણીએ 'ધ વીક'ને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે કર્ણાટકના મુદ્દે અમે જે પ્રકારે સામનો કર્યો છે તેનાથી મને વાસ્તવમાં નિરાશા થઇ છે.

આ અંગે તેમને કશું સ્પષ્ટ કહ્યું ન હતું, પરંતુ લાગે છે કે છે કે ભ્રષ્ટાચારનો સામનો કરી રહેલા યેદુયુરપ્પાને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ તે ઘણા સમય સુધી ટાળવાના કારણે તે નારાજ છે.

ગત સપ્તાહે અહીં આયોજીત ત્રણ દિવસીય ભાજપના જમાવડાના સંદર્ભમાં તેમને કહ્યું હતું કે તે ઘણા ભાવુક થઇ ગયા છે અને પોતાની પાર્ટી પ્રત્યે જનતાના મોહભંગથી તે ખુબ દુખી છે. સાથે જ તેમને કહ્યું હતું કે તે ભાજપના ભવિષ્યને લઇને આશાંવિત છે.

English summary
BJP leader LK Advani has said the mood of the people is against the Congress and simultaneously disillusioned with his party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X