For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન મોદીએ ભારતીય પુરૂષ હોકી ટીમને પાઠવી શુભકામના

ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ઓલિમ્પિકમાં ભારતે 41 વર્ષ બાદ હોકીમાં મેડલ જીત્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ઓલિમ્પિકમાં ભારતે 41 વર્ષ બાદ હોકીમાં મેડલ જીત્યો છે. ચોથા ક્વાર્ટરની અંતિમ ક્ષણોમાં જર્મનીએ ગોલકીપરને હટાવવાનું જોખમ લીધું અને ભારતીય હોકી ટીમને તેનો ફાયદો મળ્યો હતો. ભારતે ઓલિમ્પિકમાં 5-4થી મેચ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

PM Modi

ભારતી પુરૂષ હોકી ટીમની આ જીત બાદ ટીમને ચારે તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ટીમને અભિનંદન આપ્યા હતા.

મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ઐતિહાસિક ! આ એક એવો દિવસ જે દરેક ભારતીયને હંમેશા યાદ રહેશે. બ્રોન્ઝ મેડલ જીતવા બદલ આપણી પુરુષ હોકી ટીમને અભિનંદન. આ સિદ્ધિ સાથે તેમણે સમગ્ર દેશ અને ખાસ કરીને આપણા યુવાનોની કલ્પનાઓ પર કબ્જો કર્યો છે. ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય હોકી ટીમે છેલ્લે મોસ્કો ઓલિમ્પિક ગેમ્સ -1980માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો બ્રોન્ઝ મેડલની વાત કરવામાં આવે તો ભારતે છેલ્લે મ્યુનિક ઓલિમ્પિક ગેમ્સ 1972માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

English summary
The Indian men's hockey team has made history by winning a bronze medal at the Tokyo Olympics 2020. At the Olympics, India has won a medal in hockey after 41 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X