For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મન કી બાત : PM મોદી કરશે મન કી બાત કરશે, કોરોના અને ટોક્યો ઓલિમ્પિક પર વાત કરે તેવી શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારની સવારે 11 કલાકે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી દ્વારા આ 79 મી મન કી બાત હશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારની સવારે 11 કલાકે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી દ્વારા આ 79 મી મન કી બાત હશે. આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન અને AIR ન્યૂઝ મોબાઇલ એપના આખા નેટવર્ક પર પણ ટેલિકાસ્ટ કરવામાં આવશે. મન કી બાત કાર્યક્રમમાં PM મોદી કોરોના મહામારી અને ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભાગ લેવા ગયેલી ભારતીય ટીમ વિશે વાત કરી શકે છે.

pm narendra modi

ગત મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

78મી મન કી બાતની 27 જૂન, 2021ના ​​રોજ થઈ હતી. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાગ લેનારા ખેલાડીઓએ સખત મહેનત કરી છે. ખેલાડીઓ પર કોઈએ પણ જાણતા કે અજાણતાં દબાણ આપવું જોઈએ નહીં. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશવાસીઓએ મુક્તમને ખેલાડીઓને સમર્થન આપીને પ્રોત્સાહન આપવું જોઈએ.

PM મોદીએ પોતાના સંબોધનમાં મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. લિજેન્ડરી દોડવીર મિલ્ખા સિંહનું 19 જૂનના રોજ કોરોના સંક્રમણને કારણે અવસાન થયું હતું.

વડાપ્રધાન મોદીએ કોરોના રસીના મુદ્દા પર વાત કરી

78મી મન કઈ બાતમાં વડાપ્રધાન મોદીએ કોરોના રસીના મુદ્દા પર વાત કરતા જણાવ્યું કે, ભારતે એક જ દિવસમાં લાખો લોકોને રસી આપવાની સિદ્ધિ હાંસલ કરી છે, તેથી આપણે કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં અને સમયસર રસી લેવી જોઈએ.

PM મોદીએ પોતાનું અને તેમની માતાનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, મેં રસીના બંને ડોઝ લીધા છે. મારી માતા લગભગ 100 વર્ષના છે, તેમને પણ રસીના બંને ડોઝ લીધા છે. રસી લીધા બાદ ઘણા લોકોને થોડા કલાકો માટે નજીવો તાવ આવે છે. આવા સમયે રસી ન લેવી વધુ જોખમી સાબિત થઈ શકે છે.

English summary
Prime Minister Narendra Modi will address the nation through his monthly radio program 'Mann Ki Baat' on Sunday at 11 am. This will be the 79th Mann Ki Baat by Prime Minister Modi. The program will also be telecast on the entire network of All India Radio and Doordarshan and AIR News mobile app. In the Mann Ki Baat program, PM Modi can talk about the Koro epidemic and the Indian team that went to participate in the Tokyo Olympics 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X