'પ્રિયંકાએ તૈયાર કરાવ્યું હતું રાહુલ ગાંધીનું ભાષણ'

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા વાઢેરાએ રાહુલના ભાષણમાં ફેરફાર કરતાં પિતા રાજીવ ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધીની યાદો અને રાત્રે તેમની માતા સોનિયા ગાંધી રાહુલ ગાંધીના રૂમમાં આવીને રડી હોવાની વાત લખાવી હતી. તે ઘણા કલાકો સુધી રાહુલ ગાંધી સાથે રહી હતી અને રાહુલ ગાંધીનું ભાષણ તૈયાર કરાવવામાં તેમની મદદ કરી હતી. પ્રિયંકા વાઢેરા ઇચ્છતી હતી કે તે મીડિયા સમક્ષ ન આવે. માટે વહેલાં બિડલા સભાગૃહમાં જવા માંગતી હતી.
પ્રિયંકા ઇચ્છતી હતી કે અન્ય કોંગ્રેસી નેતા પોતાના ભાષણ નાના રાખે જેથી રાહુલ ગાંધીનો નંબર જલદી આવે. આ દરમિયાન જ્યારે રાહુલ ગાંધીનો નંબર આવ્યો તો પ્રિયંકા રાહુલ ગાંધીનું ભાષણ ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી હતી અને ભાષણ પુરું થતાં જ તે જયપુર એરપોર્ટ માટે રવાના થઇ ગઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત રવિવારે કોંગ્રેસ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ ખૂબ જ ભાવનાત્મક ભાષણ આપ્યું હતું. તેમને કહ્યું હતું કે કોંગ્રેસ જ તેમની જીંદગી છે. રાહુલ ગાંધી જાણે એમ કહી રહ્યાં હતાં કે મા હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. આ દરમિયાન તેમને પોતાની દાદી ઇન્દિરા ગાંધીની હત્યા, ત્યારબાદ પિતા રાજીવ ગાંધી દ્રારા દાયિત્વ સંભાળવાનો ઉલ્લેખ કર્યો હતો અને પોતે ઉપાધ્યક્ષ બન્યા બાદ મા સોનિયા ગાંધી સાથે થયેલા અંગત વાતચીતને બધા જ સમક્ષ મૂકી તો શિબિરમાં હાજર લોકોની આંખો ભરાઇ ગઇ હતી.
'સત્તા ઝેર સમાન હોય છે, તેની પાછળ ભાગવું જોઇએ નહી પરંતુ તેનો ઉપયોગ બીજાના સશક્તિકરણ માટે થવો જોઇએ.' આ વાત તેમને સોનિયા ગાંધીએ કહી હતી, જેને રાહુલ ગાંધીએ ખૂબ જ ભાવક થતાં બધા સમક્ષ મૂકી હતી.












Click it and Unblock the Notifications
