રાહુલ અને સોનિયામાં હિન્દુસ્તાની DNA નથી: બાબા રામદેવ

બાબા રામદેવના ટ્રસ્ટ દ્રારા હિમાચલ પ્રદેશમાં લેવામાં આવેલી જમીન પર કરાર વીરભદ્ર સરકારે રદ કરી દિધો છે. આ જમીન વર્ષ 2010માં ભાજપ સરકાર દ્રારા ટ્રસ્ટને ફાળવી હતી જેના પર લગભગ અત્યાર સુધી 10 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે આ જમીન બંધારણીય જોગવાઈઓનું ઉલ્લખન કરી ફાળવવામાં આવી છે. આવા સમયે અનુમાન લગાવવામાં આવે છે કે બાબા રામદેવને કોંગ્રેસ વિરૂદ્ધ બોલવું ભારે પડશે. બાબા રામદેવે વર્તમાન સરકારના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ઘણા આંદોલનો પણ કર્યા છે. સાથે જ તેમને જનતાને એક રાજનૈતિક વિકલ્પ આપવાની વાત કરી હતી. જો આ સંબંધે તેમને કંઇપણ કહેવા અંગે મનાઇ કરી દિધી હતી.
બાબા રામદેવના ટ્રસ્ટ 'પતંજલિ યોગપીઠ' પર હવે અવૈધ રીતે ધન જમા કરવાનો આરોપો લગાવવામાં આવેલા છે. તપાસ એજન્સીઓએ પણ બાબાની સંપતિની તપાસ કરી છે. જો કે ગેરકાનૂની રીતે ધન એકઠું કરવાની વાતોનું બાબા રામદેવે હંમેશા ખંડન કર્યું છે અને તેમનું કહેવું છે કે આ ધન જનતાનું છે અને જનતાની ભલાઇ માટે ઉપયોગ કરવામાં આવે છે. બાબા રામદેવે લોકસભા ચુંટણી 2014માં પોતાની રાજકીય પાર્ટીના ઉમેદવારોને ઉતારવા અંગે ઇશારો કર્યો છે.












Click it and Unblock the Notifications
