For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિશન 2014: AICCની બેઠક આજે, રાહુલ ગાંધી પર રહેશે નજર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 જાન્યુઆરી: લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખતાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ની બેઠક શુક્રવારે યોજવવા જઇ રહી છે અને આ દરમિયાન આગામી ચૂંટણીને લઇને રાહુલ ગાંધીને કમાન સોંપવા અને પાર્ટીની રણનિતીને લઇને બધાની નજરો મંડાયેલી છે.

બીજી તરફ પાર્ટીએ ગુરૂવારે જાહેરાત કરી રાહુલ ગાંધીની ભૂમિકાને લઇને ગત કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોને વિરામ આપી દિધો છે. રાહુલ ગાંધી એપ્રિલ મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નહી હોય પરંતુ તે પાર્ટીની ચૂંટણી અભિયાનની કમાન સંભાળાશે. પહેલાં એ વાતની ચર્ચાએ જોર પકડ્યું હતું કે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરશે.

એઆઇસીસીના સંમેલનની પૂર્વ સંધ્યા પર કોંગ્રેસની નીતિ નિર્ધારિત કરનાર ટોચની કોંગ્રેસ કાર્ય સમિતિ (સીડબ્લૂસી)ની મહત્વપૂર્ણ બેઠકમાં રાહુલ ગાંધીની ભૂમિકાને લઇને નિર્ણય લેવામાં આવ્યો. રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવવાની વકિલાત કરનાર નેતાઓને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે ચૂંટણી પહેલાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની કોંગ્રેસની પરંપરા રહી નથી. કેરલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રમેશ ચેન્નીતલાએ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની માંગણી મુકી હતી ત્યારબાદ બીકે હરિપ્રસાદ, ગુરૂપ્રસાદ, ગુરૂદાસ કામત, ગુલાબ નબી આઝાદ અને યુવા કોંગ્રેસના અધ્યક્ષ રાજીવ સતાવ જેવા નેતાઓએ તત્કાલ સમર્થન કર્યું.

rahul-gandhi-sad

બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટીના ભવિષ્યના નેતા છે. પાર્ટીએ તેમની સાથે જ અટકળોને પણ નકારી કાઢવાનો પ્રયત્ન કર્યો કે તે ઇચ્છતા નથી કે 2014ની ચૂંટની રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીના મુકાબલાના રૂપમાં જોવામાં આવે. પાર્ટી મહાસચિવ જર્નાદન દ્રિવેદીએ કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક બાદ કહ્યું હતું કે કોંગ્રેસમાં હંમેશા એ સ્પષ્ટ રહ્યું છે કે સરકાર બન્યા બાદ તેનો નેતા કોણ બનશે. એટલા માટે આ મુદ્દે ચર્ચા કરવાનો કોઇ અર્થ નથી અને આ અંગે જાહેરાત કરવાની કોઇ વાત નથી. બધા કોંગ્રેસીઓને આ અંગે ખબર છે.

કાર્ય સમિતિ બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમને એ પણ કહ્યું હતું કે કોંગ્રેસ સતત એમ કહેતી રહી છે કે જો સોનિયા ગાંધી બાદ પાર્ટીમાં અન્ય કોઇ નેતા છે તો તે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છે. તેમને કહ્યું હતું કે પાર્ટી ઘણા અવસરો પર કહી ચૂકી છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના ભવિષ્યના નેતા છે.

English summary
A crucial meet of the All India Congress Committee (AICC) began here on Friday to finalise party's strategy for the upcoming Lok Sabha elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X