રાહુલનો વિશ્વાસ, UPમાં 44 સીટો જીતીશું

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ ગત લોકસભાની ચુંટણીમાં ઉત્તર પ્રદેશમાં 80માંથી 22 સીટો પર જીત મેળવી હતી. પાર્ટી માટે આ મહત્વપુર્ણ ઉપલબ્ધિ હતી કારણ કે પાર્ટીએ 2007ની વિધાનસભાની ચુંટણીમાં કુલ 403 સીટોમાંથી માત્ર 22 સીટો મેળવી હતી. જો કે લોકસભાની ચુંટણીમાં મેળવેલી સફળતાને તે 2012ની વિધાનસભાની ચુંટણીમાં પુનરાવર્તન કરી ન શકી અને વિધાનસભામાં માત્ર 28 સીટો પર જ જીત મેળવી.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ યુપીના પાર્ટી સાંસદોને સકારાત્મક અને આત્મવિશ્વાસથી ભરપુર રહેવાનું કહ્યું છે. તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે કોંગ્રેસને જેટલી સીટો ગત ચુંટણીમાં મળી હતી તેના કરતાં બમણી સીટો પ્રાપ્ત કરશે. તેમને પાર્ટીના સાંસદોને એમ પણ કહ્યું હતું કે પ્રજા યુપીએ સરકારના કામોથી માહિતગાર કરાવો.
ઉત્તર પ્રદેશમાંથી પાર્ટી સાંસદ અને વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે આ વિચાર પર કોઇ ધ્યાન આપ્યું ન હતું કે પાર્ટીના નેતાઓ ચુંટણી માટે કમર કસી લે તેનો મતલબ એ છે કે વચગાળાની ચુંટણી નજીક છે. સલમાન ખુર્શીદે પત્રકારોને કહ્યું હતું કે વચગાળાની ચુંટણીનો કોઇ સવાલ જ નથી. અમે અમારો કાર્યકાળ પુરો કરીશું. એવી અમારી ઇચ્છા છે, જે લોકતંત્રમાં હોવો જોઇએ.
પત્રકારોએ તેમને પુછ્યું કે શું રાહુલ ગાંધીએ જલ્દી ચુંટણી માટે કોઇ સમય મર્યાદા આપી છે એટલે ડીએમકે દ્રારા સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હોવાથી આવી સ્થિતી પેદા થઇ શકે છે. તેમને કહ્યું હતું કે એક વર્ષ બહુ લાંબો ગાળો નથી અને ક્યારેય ચુંટણી નિર્ધારીત સમય કરતાં બે-ચાર મહિના પહેલાં ચુંટણી યોજાઇ શકે છે. માટ આપણે તૈયારી રાખવી પડશે. એટલા માટે બધાને બોલાવ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ખુર્શીદે કહ્યું હતું કે રાહુલ ગાંધી ઇચ્છે છે કે દરેક ખુલીને વાત કરે અને તેમને સાંસદોને કહ્યું છે કે જો સંગઠનમાં કોઇ નબળાઇ છે તો તે તેને દુર કરશે.












Click it and Unblock the Notifications
