For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈટાલીનાં રાજદૂત આજે સુપ્રીમ કોર્ટમાં હાજર થશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

supreme-court
નવી દિલ્હી, 18 માર્ચ: માછીમારોની હત્યાના આરોપી બંને મરીન્સ ભારત પરત ન ફરવા મુદ્દે આજે ઇટલીના રાજદૂત સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખશે. કોર્ટમાં મૈનસિની ઇટલી સરકાર જવાબ રજૂ કરશે. સુપ્રીમ કોર્ટ આ મુદ્દે ઇટલીના રાજદૂત પાસે સવાલ-જવાબ કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પર બંને મરીન્સોને ચુંટણીમાં મતદાન માટે સ્વદેશ જવાની પરવાનગી આપી હતી. મતદાન બાદ બંને ભારત પરત ફર્યા ન હતા. પરંતુ ઇટલીએ ભારત મોકલવાની મનાઇ કરી દિધી હતી. ઇટલીના નિર્ણયથી નારાજ ભારત ઇટલી સાથે પોતાની કૂટનિતિ સંબંધોની સમીક્ષા કરી રહી છે.

ઇટલીના મરીન્સો-મૈસિમિલાનો લાટોરે અને સૈલવાટોરે જિરાને ફેબ્રુઆરી 2012માં કેરલના કિનારે અરબ સાગરમાં ભારતીય માછીમારોની હોડી પર ગોળીબારી કરી હતી, જેમાં બે માછીમારોનું મોત નિપજ્યું હતું. ઇટલીના આ બંને નૈસૈનિકો પર આ મુદ્દે ભારતમાં હત્યાનો કેસ ચાલી રહ્યો છે.

થોડા દિવસો પહેલાં આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ઇટલીના રાજદૂત, ઇટલી સરકાર અને ઇટલી મરીન્સને નોટીસ જાહેર કરી હતી. તેનો જવાબ તેમને 18 માર્ચ સુધી આપવાનો હતો. સુપ્રીમ કોર્ટે પરવાનગી વિના ઇટાલીના રાજદૂતને ભારત છોડવા પર પ્રતિબંધ લગાવી દિધો છે.

English summary
Italian Ambassador Daniele Mancini may face tough questions on Monday from the Supreme Court when it takes up the issue of Italy reneging on its undertaking to send back its marines charged with the killing of two Indian fishermen off the Kerala coast last year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X