For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની સરકારી શાળામાં બાળકી સાથે દુષ્કર્મ, ટોળુ બન્યું બેકાબું

|
Google Oneindia Gujarati News

rape
નવી દિલ્હી, 1 માર્ચ: રાજધાની દિલ્હીની એક સરકારી શાળામાં સાત વર્ષની બાળકી પર કથિત રીતે બળાત્કાર ગુજારવાનો મામલો સામે આવતા જ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

દિલ્હી નગર નિગમ દ્વારા મંગોલપુરી વિસ્તારમાં સંચાલિત એક પ્રાથમિક વિદ્યાલયમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી આ સાત વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ જવાથી તેને સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.

આ હિચકારી ઘટના અંગેની જાણ થતા જ લોકોના ટોળેટોળા વિરોધ પ્રદર્શન કરવા ઉમટી પડ્યા. લગભગ 300 જેટલા લોકોએ પત્થરમારો શરૂ કરી દીધો અને સરકારી બસોના કાચ તોડી નાખ્યાં. બાદમાં બેકાબુ બનેલી ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મેડિકલ ચેકઅપમાં બળાત્કારની ખરાઇ કરવામાં આવી છે પરંતુ હજી સુધી બાળકીએ આરોપીની ઓળખ કરી નથી.

પોલીસે આ મામલે શાળાના બે શિક્ષકો અને એક ગાર્ડને પૂછપરછ માટે ધરપકડ કરી છે. પીડિત બાળકીના પરિવાર દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ અનુસાર ઘટના ગુરુવારે બપોરે ઘટેલી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ બાળકીની તબિયત હવે સારી હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

English summary
Seven year old girl raped at government school in Delhi, people doing protest on road.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X